________________
જિનશાસનના
ન્યાયામ્ભાનિધિ આચાર્ય પોતાના પ્રિય શિષ્ય શ્રી વિજ્યવલ્લભસૂરીશ્વરજી(તે વખતે મુનિ વલ્લભવિજય)ને પિતાને આશીર્વાદ, સંદેશ તેમ જ પ્રેમમય આદેશ દઈ ગયા કે “વલ્લભ! સરસ્વતીમંદિરના નિર્માણની મારી ભાવના અધૂરી રહી ગઈ છે, તેને તે પૂર્ણ કરજે. સાથે સાથે પંજાબનું ક્ષેત્ર જે નવીન અને અસહાય છે, પ્રાણપણે પણ આ ક્ષેત્રની સારસંભાળ લેજે.”
ગુરુદેવ શ્રી વિજયવલભસૂરિજી મહારાજે પિતાના દિવ્ય ચારિત્ર્યબલ તથા વિદ્વત્તાથી શ્રી પંજાબ સંઘ પર જ નહિ પણ સમગ્ર ભારતીય જૈન સંઘ ઉપર બહુમુખી ઉપકાર કર્યો. આજ તેઓશ્રીના ઉપદેશથી સ્થાપિત પ્રધાન સરસ્વતી મંદિર શ્રી આત્માનંદ જૈન ગુરુકુલ ગુજરાવાલાના સ્નાતક શ્રી હીરાલાલ દુગડ, શ્રી પૃથ્વીરાજજી જૈન M. A, શ્રી રામકુમારજી જૈન M. A શ્રી કેવલચંદજી જૈન (દિલ્હી), શ્રી ફતેહચંદ મહાત્મા, શ્રી હજારીલાલ જૈન, શ્રી ઈશ્વરલાલજી જૈન, શ્રી ધનરૂપમલ જૈન, શ્રી વસન્તીલાલજી જૈન, લાલા દેવરાજજી જૈન (દિલ્હી), લાલા ઈન્દ્રપ્રકાશજી, શ્રી હજારીમલ બેહરા આદિ ભારતવર્ષના પ્રાયઃ બધાં ક્ષેત્રોમાં સામાજિક તેમ જ ધાર્મિક ઉન્નતિનાં શ્રેષ્ઠ કાર્યો કરી રહેલ છે. દુર્ભાગ્યથી આ સરસ્વતી મંદિર પાકિસ્તાનની હિંસાપૂર્ણ વિષમય હવાઓથી ગ્રસ્ત થઈ ગયું, નહિતર આ સંસ્થા જૈન સમાજની ક્ષિતિજને એક વાર ચમક ચમક કરી દેત.
આ સરસ્વતી મંદિર સિવાય શ્રી મહાવીર જૈન વિદ્યાલયની Jain Education Iriternational For Private & Personal Use Only
www.jainelibrary.org