________________
જિનશાસનરત્ન
૧૭૭
શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ મંદિરનાં દર્શન કરી ભવ્ય મંડપમાં પધાર્યા ત્યારે લેકેએ જયનાદથી વધાવ્યા હતા.
સ્વાગત, ભજન અને ગણિવરના પ્રવચન પછી શ્રીસંઘના તરફથી અભિનંદન પણ આપવામાં આવ્યું. અભિનંદનપત્રનો જવાબ આપતાં ગુરુદેવે કહ્યું કે મારું આપ શ્રીસંઘે જે સન્માન કર્યું છે તે મારું નથી પણ સ્વ. ગુરુભગવાનનું હું માનું છું. હું તે એ ગુરુદેવને અદનામાં અદને સિપાઈ છું. હું આ અભિનંદન પત્ર ગુરુદેવના ચરણકમળમાં અર્પણ કરું છું, એમ કહી એ અભિનંદનપત્ર ગુરુદેવની તસ્વીર સામે મૂકી દઈને સંતોષ અનુભવ્યું. જનતાએ ગુરુદેવના જયનાદથી મંડપને ગજાવી મૂક્યો. સ્વાગતમાં ત્રણે સંપ્રદાયનાં ભાઈ–બહેને ઉપસ્થિત હતાં. દિલ્હી શ્રીસંઘના ૭૦-૮૦ ભાઈઓએ ચાતુર્માસ માટે પ્રાર્થના કરી. જેઠ સુદ અષ્ટમી રવિવારના દિવસે દાદાગુરુ શ્રી વિજયાનંદસૂરિજી મહારાજની જયન્તી કવિરત્વ પ્રસિદ્ધ વક્તા આર્ય સમાજના અધ્યક્ષ પંડિત શ્રી હરિશંકરજીની અધ્યક્ષતામાં ઊજવવામાં આવી. સ્થાનકવાસી સંપ્રદાયના ઉપાધ્યાય કવિવર મુનિવર શ્રી અમરમુનિજીનું પ્રવચન ઘણું માર્મિક હતું. અધ્યક્ષ મહદયનું ભાષણ પણ વિદ્વત્તાપૂર્ણ થયું. ગુજરાંવાલા આદિ શહેરોનાં અનેક ઉત્સાહી જૈન પરિવાર આ આગ્રાનગરમાં સ્થાયી રૂપે વસી ગયાં હતાં. તેઓ આ નગરીમાં શ્રીસંઘમાં એ જ ઉત્સાહ સંચારિત કરવાની અભિલાષા રાખતાં હતાં. '
૧૨ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org