________________
૧૭૮
જિનશાસનરત્ન
શ્રીચિન્તામણિ પાર્શ્વનાથ ભગવાનના મંદિરમાં તથા બીજે પણ જે આશાતના થઈ રહી હતી તે તરફ શ્રીસંઘનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. આ મંદિરનો જીર્ણોદ્ધાર પણ આપણું ચરિત્રનાયક ગુરુદેવના ઉપદેશથી થયે હતે.
ગુરુરાજના દર્શનાર્થે તેમ જ સંકાંતિને સંદેશ સાંભળવા અને વિનંતી કરવા માટે લુધિયાનાથી શ્રી આત્માનંદ જૈન સભાના નેતૃત્વમાં એક ખાસ સ્પેશિયલ ટ્રેન આગ્રા આવી હતી. ભવ્ય જીવે તારણહાર ગુરુને શરણે આવ્યા હતા. પર્યુષણ પર્વના અવસર પર અક્ષયનિધિ તપની આરાધના અતિરમ્યતા તથા ભવ્યતાના વાતાવરણમાં કરાવવામાં આવી. પંજાબ શ્રીસંઘની પંજાબ જલદી પધારવા અને ગુરુદેવના પ્યારા પંજાબની રખેવાળી કરવાની ભક્તિભાવભરી વિનંતીને જવાબ આપતાં આપણું ચરિત્રનાયકે હૃદયના ભાવપૂર્વક ગુરુભક્તોને સાંત્વન આપતાં કહ્યું કે–
“ભાગ્યશાળી ગુરુદેવના અનન્ય ભક્ત, તમારી ભક્તિની તે ભારતમાં ભારે પ્રશંસા થાય છે. તમે જાણે છે કે પંજાબ મારે છે અને હું પંજાબને છું. મારા પ્રાણ પંજાબને માટે જ છે. આગ્રામાં આવી ગયો છું તે પંજાબપ્રવેશમાં હવે અધિક સમય નહિ લાગે. આપ સૌ ધિર્ય રાખે. સ્વર્ગવાસી ગુરુદેવ આચાર્યે ભગવંત શ્રીમદ્ વિજય વલ્લભસૂરિજી મહારાજશ્રીની આજ્ઞાનું પાલન જલદીમાં જલદી કરવાને માટે હું વચનબદ્ધ છું. જ્યાં સુધી આ શરીરમાં દમ છે, ત્યાં સુધી હું ગુરુદેવની આજ્ઞાનું પાલન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org