________________
6૪૬. નવીન ભવન
ઉદ્ઘાટન સમારંભ
આ વર્ષે બે ભાદરવા માસ હોવાથી ખરતરગચ્છા શ્રીસંઘની વિનંતિથી પ્રથમ ભાદરવા માસમાં ખરતર ગચ્છના બધુઓને પર્યુષણ પર્વની આરાધના કરાવવા માટે વ્યાખ્યાન વાંચવા મુનિ ન્યાયવિજયજી(પન્યાસ)ને મોકલ્યા. આ વર્ષે તપસ્વી મુનિશ્રી શિવવિજ્યજી, ઉપાધ્યાય શ્રી સુરેન્દ્રવિજયજી, મુનિ જિતેન્દ્રવિજયજી આદિ ઠાણા ૩ ચાણોદ, તપસ્વી બલવંતવિજયજી (પન્યાસ), મુનિ હેમવિજયજી ઠાણ બેને બેડા ચાતુર્માસ માટે મેકલ્યા હતા. પન્યાસ જયવિજયજી તથા મુનિ સમતવિજયજીને સાદડી મોકલ્યા. આચાર્યશ્રી તથા ગણું જનકવિજયજી આદિ ઠાણા આઠ પાલીમાં બિરાજમાન રહ્યા.
ગુરુ મહારાજના શાન્ત સ્વભાવને કારણુ અહીં - તાંબર મૂર્તિપૂજક તેમ જ સ્થાનકવાસી સમાજ માં અતિશય પ્રેમનું વાતાવરણ પ્રસરી રહ્યું. સંવત્સરી ક્ષમાપનાને માટે સ્થાનકવાસી જૈન બેડિંગના વિદ્યાથીઓ તથા અધ્યાપક પણ આવ્યા હતા.
સ્થાનકવાસી ભાઈઓ પણ વ્યાખ્યાન આદિનો પૂર્ણ લાભ લેતા રહ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org