________________
૧૬૬
જિનશાસનન
ખ્યાવરનિવાસી શ્રી કાલુરામજી તથા તેમની માતાજી વચ્ચે ઘણા સમયથી વૈમનસ્ય ચાલતું હતું. ગુરુ મહારાજે બને માતા-પુત્રને ઉપદેશ દઈને સમતા ભાવ જાગ્રત કર્યો. કાલુરામજીએ માતાના ચરણને સ્પર્શ કર્યો અને ખમતખામણાં કર્યા. આવા સમતાના ભંડાર છે અમારા ચરિત્રનાયક ગુરુવર. શેઠ પ્રસન્નચંદજી કેચર આદિ બિકાનેર શ્રીસંઘના આગેવાનો ચાતુર્માસ માટે વિનંતિ કરવા આવ્યા હતા. તેઓએ ભક્તિભાવપૂર્વક ચાતુર્માસ બિકાનેરમાં કરવા માટે વિનંતિ કરી. ત્યારે માલુમ પડ્યું કે ગુરુદેવે ચાર વર્ષથી અભિગ્રહ કર્યો છે, કે જ્યાં સુધી પંજાબ પહોંચીને ગુરુદેવની આજ્ઞા પૂર્ણ ન કરું ત્યાં સુધી મીઠાઈ તથા ચેખાને ત્યાગ છે. આવા ત્યાગી અને કૃપાળુ ગુરુજીને ઉપકાર પંજાબ કેમ ભૂલી શકે ? બિકાનેરની ઉપેક્ષા કરીને પંજાબની ચિંતા કરવી એ ગુરુદેવની કેવી ભારે કૃપાદ્રષ્ટિ છે. પંજાબ શ્રીસંઘ એવા ગુરુદેવનાં ચરણકમલે પર ન્યોછાવર છે. ખરેખર એઓશ્રી સમુદ્ર છે, કૃપાના સમુદ્ર છે, ક્ષમા અને તપના સમુદ્ર છે. આપણે પુણ્યપ્રતાપી છીએ કે આવા ગુરુવરની છત્રછાયા આપણને મળી રહી છે.
કારતક સુદ ચતુર્દશીના દિવસે ગણિશ્રી જનકવિજયજીએ મનહર વ્યાખ્યાન આપ્યું. ગુરુદેવે કહ્યું, ચાતુર્માસમાં અમારાથી કઈ કટુ શબ્દ આદિ કહેવાયો હોય તો મિચ્છામિ દુક્કડં કરું છું. ઉત્તરમાં શ્રીસંઘે પણ ક્ષમાપ્રાર્થના કરી. જન્મભૂમિ પાલીમાં ચાતુર્માસ ખૂબ આનંદ-ઉલ્લાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org