________________
૧૨૦
જિનશાસનરત્ન
આપ્યા. પં.શ્રી વિજયજી મહારાજનું સાર્વજનિક ભાષણ થયું. વયેવૃદ્ધ આચાર્ય શ્રીમદ્ વિજયભદ્રસૂરિજી મહારાજ તથા આચાર્ય વિજયએ કારસૂરિજી મહારાજનું ભાવભર્યું મિલન થયું.
રાધનપુરથી ફરી શંખેશ્વર પધાર્યા. અમદાવાદથી વિહાર કરીને ગણિવર્ય શ્રી જનકવિજયજી મહારાજ તથા જિતવિજયજી મહારાજ આદિ માગશર સુદિ સાતમના દિવસે અહીં આવીને રહ્યા. અહીંથી વિહાર કરીને આચાર્ય દેવ શ્રીમદ્ વિજયઉમંગસૂરિજી મહારાજનાં દર્શન-વંદન કરવા પાટડી ગયા. ત્યાંથી પાછા શંખેશ્વર આવી ગયા.
શંખેશ્વરથી કચ્છ દેશની યાત્રાની ભાવનાથી કચ્છ તરફ વિહાર કર્યો. ગ્રામાનુગામ ધર્મ પ્રચાર કરતાં કરતાં અંજાર મધ્ય ભદ્રેશ્વરતીર્થ આવી પહોંચ્યા. અહીં શ્રીભદ્રેશ્વરતીર્થમાં સંક્રાતિ હેવાથી પંજાબથી લા. રતનચંદજી, લા. વિજયકુમારજી, લા. વિલાયતીલાલજી, શ્રી શાન્તિસ્વરૂપજી, ભાઈ દેવરાજજી વગેરે કેટલાયે પંજાબી ભાઈ આવ્યા હતા. સંકતિ ખૂબ આનંદપૂર્વક આ તીર્થધામમાં ઊજવાઈ. આ તીથ અતિ પ્રાચીન અને મનહર છે. પંચમ ગણધર શ્રી સુધર્મા સ્વામીજીએ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. કિંવદન્તી છે કે શ્રી સુધર્મા સ્વામી અહીંથી કચ્છની પંચતીર્થ આદિની યાત્રા કરીને માંડવી પધાર્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org