________________
A ૩૬. માનવસેવાના તીર્થધામની
ચશગાથા
~ ૨૦૧૧નું ચાતુર્માસ પૂર્ણ કરી (માગશર) કાર્તિક વદિ ૨ ના રોજ વિહાર કરી કુણઘેર, કંબઈ, હારીજ, મુજપુર આદિ ગ્રામમાં ધર્મ પ્રચાર કરતાં કરતાં શ્રી શંખેશ્વરતીર્થ પધાર્યા. શ્રી શંખેશ્વરતીર્થની યાત્રા ભાવપૂર્વક કરી. અહીં રાધનપુરના આગેવાન ગુરુભક્ત શેઠ સાકરચંદ મોતીલાલ મુળજી વગેરે આગેવાને વિનંતિ કરવા આવ્યા. આગેવાની વિનતિને માન આપી ગુરુવર્ય શ્રી સમુદ્રસૂરિજી રાધનપુર પધાર્યા. સંઘે ખૂબ ધામધૂમપૂર્વક પ્રવેશ કરાવ્યું. સાગરગચ્છના ઉપાશ્રયમાં સ્થિરતા કરી. રાધનપુર કલિકાલકલ્પતરુ, ભારતદિવાકર, પંજાબકેશરી આચાર્ય ભગવાન શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજની દીક્ષાની પુનિત ભૂમિ છે.
શ્રીશંખેશ્વરતીર્થની યાત્રા કરીને ગણિવર્ય (આચાર્ય) શ્રી ઈન્દ્રવિજયજી આદિએ વડેદરા તરફ વિહાર કર્યો. અહીં રાધનપુરમાં ગુરુ વલ્લભના પટધરના દર્શનાર્થ ઉપાશ્રય નરનારીઓથી ભરાઈ ગયે. ઉપાશ્રયમાં જરા પણ જગ્યા રહી નહતી.
શેઠ સાકરચંદભાઈએ ગુરુદેવના આગમનની ખુશીમાં એક હજાર રૂપિયા સાધર્મિક ભાઈ એની સહાયતા માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org