________________
૧૧૮
જિનશાસનરત્ન મુંબઈ દેશી નાટક સમાજની વિનતિથી તેના માલિકને સંદેશ મોકલ્યો કે ભાગ્યશાળીઓ ! અમે તે ચેરાસીના પરિભ્રમણનું નાટક ખેલી રહ્યા છીએ. સંસારી નાટકોને માટે અમે કેમ સંદેશ આપી શકીએ? અમારી ભાવના તે એવી છે કે ચારિત્ર્યનાટક ખેલે, જેથી મુક્તિપુરીને નિવાસ પ્રાપ્ત કરી શકાય.
વરાણા વિદ્યાલયના આજીવન કાર્યકર્તા શ્રી સંપતરાજજી ભણસાળીની દીર્ઘ સેવાના ઉપલક્ષમાં શ્રી પાટણ સંઘના ભાઈઓ તરફથી તેમને અભિનંદનપત્ર અર્પિત કરવામાં આવ્યું.
૧૬–૧૧–૫૫ કાર્તક સુદિ બીજના રોજ સંકાંતિ ઊજવાઈ. વિશેષતા એ હતી કે આ દિવસે કલિકાલકલ્પતરુ ગુરુદેવને જન્મદિન હતું. કેટલો સુંદર સુભગ સંગ !
જાણે આજ સમગ્ર ભારતને સંઘ ગુરુદેવનાં ધર્મપ્રભાવના અને જ્ઞાનપ્રચાર તથા મધ્યમવર્ગનાં કલ્યાણકાર્યોને યાદ કરીને બિરદાવી રહ્યો છે.
કારતક સુદ પૂર્ણિમાને દિવસે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની જન્મજયંતી ખૂબ સમારેહપૂર્વક ઊજવવામાં આવી.
પાટણનું આ પ્રથમ ચાતુર્માસ અનેક ધર્મપ્રભાવનાનાં કાર્યોથી યાદગાર બની ગયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org