________________
જિનશાસનરત્ન
ઇચ્છું છું કે શાસનદેવતા મારી આ ભાવના સફળ કરે. વિશેષતઃ આપણું પ્રાણપ્યારા તારણહાર ગુરુદેવ ન્યાયા
ભેનિધિ આચાર્યને સંદેશ જગતના ચોકમાં ફેલાવવા માટે “જૈન તત્ત્વાદશ” ગ્રંથ ટ્રેકટરૂપે અંગ્રેજીમાં પ્રકાશિત થાય અને સમગ્ર સંસારમાં જૈનજેતરમાં તેને પ્રચાર કરવામાં આવે. તેમ જ આ ટ્રેકટે વિશ્વવિદ્યાલયનાં પુસ્તકાલયમાં પણ મેકલવા જોઈએ. એક જૈન સાહિત્ય પરિષદની ચેજના પણ થવી જોઈએ. મારે સંદેશ એ છે કે જન સમાજના સર્વાગીણ વિકાસને માટે જૈન સાહિત્યને વિશેષ પ્રચાર તથા જૈન શિક્ષણ સંસ્થાઓને વિશેષ સુદઢ બનાવવાની આવશ્યકતા છે. તમે બધા ભાગ્યશાળી છે અને જૈન સમાજના સંગઠનના વિચારના છે. તેથી જ તમને કહું છું કે, જે તમે સમાજના કલ્યાણમાં પિતાનું કલ્યાણ માનશે તે. જૈન સમાજને જયજયકાર થશે.”
તા. ૧૯-૯-૫૪ના આ પરમ પાવન સંદેશ ગુરુદેવના જીવનને અન્તિમ અને અમર સંદેશ હતું. આજ પણ આ સંદેશ જૈન સમાજના પ્રત્યેક નરનારીના હૃદયપટ પર અમીટ રૂપે અંકિત છે. આ સાર્વભૌમ સંદેશ પ્રકૃતિના કણકણમાંથી ઘેષિત થઈ રહ્યા છે. શ્રીકૃષ્ણના વ્યાપક સંગીતની જેમ પવનના હિલોળામાં, ઝરણના કલકલ નિનાદમાં અને પક્ષીઓના કલરવમાં આજે પણ ગુંજી રહેલ છે. ત્યારે તે ગુરુદેવ બધાના પરમવલલભ–વિશ્વવલ્લભ હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org