________________
-
~~
~
ર૭.સાર્વભૌમ જૈનત્વપ્રસારની
ભાવના —
આચાર્યદેવ ઘણું અસ્વસ્થ હતા, પરંતુ રહી રહીને જૈન સમાજના ઉત્થાનની ભાવના હૃદયમાં આવતી રહેતી હતી. એક દિવસ કોઈ પણ રીતે હૃદય હાથમાં ન રહ્યું. બલવતી દિવ્ય ભાવનાને હૃદયમાં પ્રકાશ થશે : “ સમયે ગચમ મા પમાય ? અનુસાર ગુરુવરે ટેલિફોન કરાવીને મુખ્ય આગેવાનોને બોલાવ્યા. સૂચન મળતાં શ્રી ફૂલચંદભાઈ શામજી, શ્રી ચંદુલાલ વર્ધમાન તથા શ્રી શાંતિલાલ મગનલાલ આદિ આચાર્ય મહારાજની સેવામાં આવી પહોંચ્યા. હાથ જોડીને વિનયપૂર્વક પૂછયું, “ગુરુદેવ ! આપને શું આદેશ છે ? અને સેવાનું શું ફરમાન છે ?” આચાર્ય ભગવાને દર્શાવ્યું, “ભાગ્યશાળીએ ! આ જીવનને કેઈ ભરોસો નથી. તમે બધા જૈન સમાજના અગ્રગણ્ય નેતાઓ છે. મારી ભાવનાને તમે જાણે જ છે. જૈન સમાજના ઉદ્યોત અને કલ્યાણને માટે જૈન સમાજને એક જૈન વિશ્વવિદ્યાલય”ની જરૂર છે. જૈન શાસનની અભિવૃદ્ધિ તેના વિના નહિ થઈ શકે. પ્રત્યેક જૈન શિક્ષિત થઈને ઉન્નત થાય, વ્યાપારની જેમ રાજ્યવ્યવસ્થામાં પણ જૈનેને હિસ્સો હોય, કોઈ ભૂખ્યો ન રહે, કેઈ અજ્ઞાની ન રહે. હું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org