________________
શાસનને
૮૫
પૂર્વક પ્રશ્ન પૂછ્યો : “ગુરુદેવ! વર્તમાન વિષમ સંઘર્ષનાયુગમાં જૈન સમાજની ઉન્નતિ માટે કયા ઉપાય શક્ય છે ?”
ગુરુદેવ પરમહર્ષપૂર્વક બેલ્યા : “ભાઈ ઋષભદાસજી! મને જાણીને ખૂબ પ્રસન્નતા થાય છે કે આજે પણ તમારા જેવા ધર્મપરાયણ તથા સમાજકલ્યાણના ઈચ્છુક આ સમાજમાં વિદ્યમાન છે. સમાજસેવાની ભાવના વિના આવી જિજ્ઞાસાના જન્મ પણ કેમ હોઈ શકે ? તે ધ્યાનથી સાંભળે અને મારી દષ્ટિ સમજે. જનસમાજની ઉન્નતિ રૂપી મહેલના પાંચ સ્તંભ છે ?
૧. સેવા ૨. સ્વાવલંબન ૩. સંગઠન ૪. શિક્ષા ૫. જૈન સાહિત્યનું પ્રકાશન તથા પ્રચાર. આ પાંચ વાતે પર જ જૈન સમાજની ઉન્નતિને આધાર છે.”
શ્રી ઋષભદાસજીએ આ પાંચ સુધામૃતનું તૃતિપૂર્વક પાન કર્યું. ગુરુદેવના ઉપદેશરૂપી પયનું આ પાવન નવનીત હતું. આથી જ સમાજ બલવાન અને ઉન્નત થઈ શકે તેમાં શંકા કરવા જેવું છે જ નહિ. આ સુધાભર્યા વચનથી ભાઈ ઋષભદાસજીને પૂર્ણ સંતોષ થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org