________________
જુદી ૨૮. વિશ્વવલ્લભ વિશ્વમાં
વ્યાપ્ત થઈ ગયા
વિક્રમ સંવત ૨૦૧૦ના ભાદરવા સુદિ દશમને દિવસ હતે. આચાર્ય મહારાજનું સ્વાચ્ય આત્મબળને કારણે જરા ઠીક જણાતું હતું, પરંતુ કાયાબલનો જરા જરા હાસ થઈ રહ્યા હતા. સાયંકાળે સ્વાધ્ય તપાસવા વૈદને બેલાવવામાં આવ્યા. તેઓએ નાડી તપાસીને જણાવ્યું કે નાડી વ્યવસ્થિત ગતિમાં લાગતી નથી પરંતુ તેઓને આશ્ચર્ય થયું કે ગુરુમહારાજ પ્રત્યેક ધાર્મિક ક્રિયા તંદુરસ્ત વ્યક્તિની જેમ જ કરી રહ્યા હતા. ધન્ય એ આત્મબળ અને ધન્ય એ ચરિત્રબળ! વૈદ્યોએ ગુરુરાજને થેડું દૂધ લેવા આગ્રહ કર્યો. આ ગ્રહ થવાથી ગુરુદેવે થોડું દૂધ લીધું. પછી કલ્યાણ મંદિર સ્તોત્ર સાંભળવાની ભાવના પ્રગટ કરી. મહાભાઓની આત્મશક્તિની શું પ્રશંસા કરીએ ? તેઓની આત્મશક્તિ અજબગજબની હોય છે. ક્ષુદ્ર વ્યક્તિ વ્યાધિની અતિશયતામાં વિવેક ભૂલી જાય છે. મહાત્મા આવા સમયે અધિક વિવેકી બની ધર્મના આશ્રય ગ્રહણ કરે છે.
જેટલું વધારે કષ્ટ, ધર્મને એટલે જ વધારે યાદ કરવું જોઈએ. કારણ કે ધર્મ દ્વારા સંસારમાં અસંભવ વસ્તુ પણ સંભવ બની જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org