________________
જિનશાસનન
૮૩
ભાવનાઓએ ગુરુદેવના હૃદયને ગદ્દગદ કરી મૂક્યું. તેઓની અનન્ય ભકિત તેમ જ શ્રદ્ધાને જોઈને ગુરુમહારાજના હદયપટલ પર ન્યાયામ્બેનિધિ આચાર્ય મહારાજનું ચિત્ર તેમ જ ગુરૂભૂમિ પંજાબનું ચિત્ર દષ્ટિગોચર થયું. આ ભાવનાની તન્મયતામાં આપ થોડો સમય નિમગ્ન બની ગયા. મૌનાશ્રિત બનીને કાંઈક વિચારવા લાગ્યા. થોડા સમય પછી બોલ્યા :
મારી હાર્દિક અભિલાષા છે કે ચાતુર્માસ પૂર્ણ થયે પાલીતાણા દાદાનાં દર્શન કરવા જાઉં. દાદા અષભદેવ ભગવાનનાં પિટ ભરીને દર્શન કર્યું. ત્યાંથી વિહાર કરી પંજાબ જાઉં. છેવટના શ્વાસ સુધી ત્યાં જ રહું, અને ત્યાંની પવિત્ર ભૂમિમાં આ પગલિત શરીરને ત્યાગ કરું. આ મારી ભાવના પૂરી થશે શું ?”
વાતાવરણ કાંઈક ગંભીર તેમ જ એટલું જ વ્યથાશ્રદ્ધા-કરુણાપૂર્ણ હતું કે ત્યાં આવેલા બધા ગુરુભકત અશ્રુઓથી રૂમાલ ભીજવી રહ્યા હતા. પછી ઘણી મુશ્કેલીથી હૈયે ધારણ કરીને શ્રી ફૂલચંદભાઈ શામજી તથા શ્રી ચંદુલાલભાઈ એ ગુરુરાજને જણાવ્યું કે ગુરુદેવ, આપ મનને પ્રસન્ન રાખે. આપશ્રીની ભાવનાએ અવશ્ય સફલ થશે જ. ગુરુદેવે ભરાઈ આવેલા હૃદયે બધાને માંગલિક સંભલાગ્યું. બધાની સાથે ખમતખામણુ કર્યા. પોતાની રગશયાની પાસે ઊભેલા પિતાના શિષ્યમંડળ તરફ સંકેત કરીને કહ્યું :
મેરે ઈસ સાધુએક સંભાલના”.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org