________________
૨૫. વ્યાધિ શરીરની,
ભાવના મનની
-~
~~
શ્રી વૈદ્યરાજ ગુરુ મહારાજની નાડી જઈને અતિશીવ્ર સ્વસ્થ થવાનું કહી ગયા હતા, તે તે તેમના આત્માની સભાવના હતી. પરંતુ આયુકર્મની પ્રચંડતા સદ્ભાવનાઓને કયારે આદર કરે છે? ગુરુદેવની સ્વસ્થ હોવાની આશા ફલાવતી જણાતી નહોતી.
અત્યન્ત પ્રભાવશાલી ઔષધિઓ પણ તેનો પ્રભાવ દેખાડી શકી નહિ. સમય ચાલ્યા જતા હતા. સ્વાગ્ય બગડી રહ્યું હતું, પરંતુ ગુરુદેવને આત્મા તે બલવાન બની રહ્યો હતો. કર્મશત્રુ આત્માના પરાક્રમને નિર્જિત કરી શકતો નહતા. ગુરુદેવના મનમાં જૈન સમાજના ઉત્થાન તથા આત્મકલ્યાણની ભાવના એવા જ ઉત્સાહથી પ્રજવલિત થઈ રહી હતી, જેથી પૂર્ણ તંદુરસ્તીના સમયે પ્રજવલિત હતી. અસ્વસ્થ શરીરમાં પણ સ્વસ્થ આત્મા પરાક્રમ દ્વારા કર્મોની નિર્જરા કરી રહ્યો હતે. - અસ્વસ્થ દશામાં એક દિવસ શેઠશ્રી કાન્તિલાલભાઈ, શેઠશ્રી ફૂલચંદભાઈ, શેઠશ્રી મેહનલાલ મગનલાલ, શેઠશ્રી ચંદુલાલ વર્ધમાન, શેઠશ્રી શાન્તિલાલ મગનલાલ, શ્રી મેહનલાલ દીપચંદ ચોકસી તથા પંજાબથી આવેલ જૈન નેતાગણ આચાર્ય પ્રવરની સુખશાતા પૂછવા આવ્યા હતા. બધા ભક્તિભાવથી વિવલ હતા. પંજાબી ભક્તોની
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org