________________
જિનશાસનરત્ન
૮૧
હતા. પરન્તુ હવાફેર કરવા છતાં તેને કેાઈ લાભ ના થયા. અલેપથી, હામિયાપથી ચિકિત્સાની નિષ્ફળતા પછી આયુર્વેદ ચિકિત્સા શરૂ કરવામાં આવી. પુજામના સુપ્રસિદ્ધ વૈદરાજ શ્રી વિનાયકરાલ શર્માને ગુરુભક્ત શ્રી ફૂલચંદભાઈ શામજીએ અમૃતસરથી એટલાવ્યા. તેએ દસબાર દિવસ મુંબઇમાં રહીને ગુરુદેવની ચિકિત્સા કરતા રહ્યા.
ગુરુવરનું સ્વાસ્થ્ય જરા ઠીક માલૂમ પડયુ. વૈદરાજની ભક્તિ અને ઔષધ બન્નેને પ્રભાવ જણાવા લાગ્યા.
વૈદરાજ પુજાણ જવા ઉત્સુક થયા. પંજાખ જતાં જતાં ગુરુવરની નાડીપરીક્ષા કરીને શેઠશ્રી કાન્તિલાલભાઈને કહ્યું—ગુરુવરની નાડીની ગતિ સારી છે. આચાર્ય શ્રીના ઉજ્જવલ ચારિત્ર્યનું પ્રતિબિંબ તેમાં ઝગમગે છે. ખીમારી વિષમ હતી. મારું કામ પણ મુશ્કેલ હતું, પરન્તુ આચાય - શ્રીના તપેાખલથી ઔષધિઓએ સુંદર પ્રભાવ દર્શાવ્યે છે. શરીરના સાજા ઊતરી ગયા છે. લીવર સારી રીતે પેાતાનું કાર્ય કરી રહેલ છે. મૂત્રગ્રંથિએ પણ અવસ્થાનુસાર ઠીક કાર્ય કરી રહેલ છે. આશા છે આચાય શ્રી ઘેાડા દિવસમાં તે પૂર્ણ આરોગ્ય પ્રાપ્ત કરી લેશે. શેઠશ્રી કાન્તિલાલ, શેઠશ્રી ફૂલચંદભાઈ તથા શ્રી ચન્દુલાલ વધમાન શાહે વૈદરાજશ્રીની ઉત્તમ સેવા, ભક્તિભાવના તેમ જ આયુર્વેદજ્ઞાનની ખૂબ ખૂબ પ્રશંસા કરી. ભાવપૂર્વક તેમને વિદાય આપવામાં આવી. ગુરુદેવે પણ વૈદરાજને મગળ આશીર્વાદ આપ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org