________________
CII,
૨૪. પ્રબલ અશાતા વેદની
જે જરા-મૃત્યુના ભયને ભગવાન મહાવીરે તપસ્યા દ્વારા વિનિજિત કર્યો હતો, જે જરા-મૃત્યુનું રહસ્ય ભગવાન બુદ્ધ જાયું હતું, તે જરા-વૃદ્ધાવસ્થા અનેક વ્યાધિઓને સાથે લાવે છે.
શરીર વ્યાધિમંદિર” કહેવત ત્યારે ચરિતાર્થ થાય છે. ગુરુદેવની કાયા હવે વૃદ્ધત્વ પામવા આવી હતી. પૂર્ણ પથ્યપાલન છતાં વ્યાધિ શરીરને શિથિલ કરી રહી હતી. ગુરુદેવ પિતાના સંયમ અને બ્રહ્મવૃત્તિને કારણે તે બીમારીની વિશેષ ચિન્તા કરતા નહતા. પરંતુ વ્યાધિ શરીર પર પિતાને અધિકાર જમાવવા લાગી હતી.
ગુરુદેવ બીમાર રહેવા છતાં સંયમજીવનના નિર્વાહને પૂર્ણ પ્રયાસ કરતા હતા. પરન્તુ દશા એવી થઈ હતી કે જેમ જેમ દવા થતી ગઈ તેમ તેમ રેગ વધતે ગયે.
એ માટે જ ગુરુદેવે પિતાના પ્રિય શિષ્ય સમુદ્રસૂરિને પંજાબ જતાં મધ્ય માર્ગમાંથી પાછા બોલાવી લીધા હતા. વિધવિધ પ્રકારની ચિકિત્સા થવા છતાં તે પિતાની નિષ્ફળતા પર સ્વયં દુઃખી હતી કે આવા પરોપકારી સાધુ મહાત્માને પણ અમે કશો લાભ પહોંચાડી શકતાં નથી.
હવાફેરને માટે વિદ્યરાજેના પરામર્શથી મહાવીર વિદ્યાલયથી શેઠ કાન્તિલાલ ઈશ્વરલાલને બંગલે પધાર્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org