________________
જિનશાસનરન
ધમ શાળામાં પધાર્યાં. આચાય શ્રી સમુદ્રસૂરિ પ્રતિદિન લાલઆગથી ગુરુવરની સેવામાં મહાવીર વિદ્યાલય જતા હતા. રાત્રિમાં ત્યાં રહીને પ્રાતઃકાળે લાલમાગ ચાલ્યા જતા હતા. ગુરુદેવ જ્યારે શ્રી કાન્તિલાલ ઈશ્વરલાલને બંગલે મરીન ડ્રાઈવ પધાર્યા ત્યારે પણ આપણા ચરિત્રનાયક આચાર્ય શ્રી આ રીતે ગુરુદેવની સેવામાં નિરંતર જતા રહ્યા. આ રીતે ઉપાધ્યાય શ્રી પૂર્ણાનંદવિજયજી મહારાજ (આગ્રા) પણ ગુરુવરની સેવામાં આવતા રહ્યા. આ રીતે અને શિષ્યપ્રવરા ગુરુદેવની સેવામાં પૂર્ણ રીતે તત્પર રહેતા
હતા.
પન્યાસ વિકાસવિજયજી (આચાય) લાલમાગના ઉપાશ્રયમાં વ્યાખ્યાન આપતા હતા. અને મુનિશ્રી વિશુદ્ધવિજયજી, શ્રી જનકવિજયજી (ગણી), શ્રી બલવંતવિજયજી (પન્યાસ), શ્રી ન્યાયવિજયજી (પન્યાસ) આદિ સદૈવ ગુરુવરની સેવામાં નિરંતર રહેતા હતા, તેમ જ ગુરુસેવાનું પુણ્ય પ્રાપ્ત કરતા હતા. એવી જ સેવાવૃત્તિ તીર્થંકર નામકમના ઉપાર્જન માટે સમથ હાઈ શકે છે,
७८
પહેલું જ્ઞાન અને પછી ક્રિયા. જ્ઞાન સમાન બીજો કાઈ જીવનદીપ નથી. જ્ઞાન વિના ધર્મની વૃદ્ધિ નથી.
Jain Education International
For Private & Personal Use Only
વલ્લભસુધાવણી
www.jainelibrary.org