________________
૧૭૮
જિનશાસનરત્ન
જ્ઞાનધનના ભિખારી હોય છે, જયારે ગુરુવર ભગવાનની જેમ સર્વદા ભક્તવત્સલ અને જ્ઞાન-ધનના દાની હોય છે.
બીજે દિવસે શિષ્યપ્રવર આચાર્ય શ્રી મહાવીર વિદ્યાલય પહોંચ્યા. ગુરુજીનું ભાવપૂર્ણ મિલન થયું. મહાવીર વિદ્યાલયમાં ગુરુભક્ત શેઠ ફૂલચંદભાઈ શામજી આદિ ઉપસ્થિત બધા દર્શક ગદ્ગદ થઈ ગયા. ભક્તિનાં વાદળ વરસી રહ્યાં. મહાવીર વિદ્યાલય અભિષિક્ત થઈ ગયું. ગુરુદેવના આદેશથી શિષ્યપ્રવરે બારસદથી મુંબઈ સુધીના પિતાના ઉગ્ર વિહારનાં સંસ્મરણે સંભળાવ્યાં. ગુરુવરને પિતાના શિષ્યને અગાધ ભક્તિથી પરમ આનંદ થયો. ગુરુદેવના આશીર્વાદને એ ધ્વનિ હતું કે હવે સમુદ્ર બધી રીતે સમર્થ થઈ ગયેલ છે. - આચાર્ય પંજાબકેસરી મહારાજનું સ્વાથ્ય જરા ઠીક થવાથી ગુરુદેવના આદેશથી આપણું ચરિત્રનાયક ઉપધાન તપના માલારેપણ મહોત્સવના અવસર પર ઘાટકોપર પધાર્યા. આનંદપૂર્વક માલારે પણ ઉત્સવ થઈ ગયો. પછી ઉપાધ્યાય શ્રી પૂર્ણાનંદવિજયજી (આચાર્ય) મહારાજ મુનિમંડળ સહિત ગુરુદેવની સેવામાં મહાવીર વિદ્યાલય આવી પહોંચ્યા. થોડા દિવસ ગુરુદેવની સેવામાં રહ્યા. ત્યાર પછી આચાર્ય શિષ્યપ્રવર તથા ઉપાધ્યાય શ્રી પૂર્ણાનંદવિજયજી મહારાજ (આચાર્ય) મુનિમંડળ સહિત લાલબાગ પધાર્યા. અહીં ખૂબ ભાવભર્યું સ્વાગત થયું. ઉપાધ્યાયજી (આચાર્ય મહારાજ તે અહીંથી પાયધુની આદીશ્વરના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org