________________
જિનશાસનન
19.
૭૭
વિજયજી(આચાર્ય)ને સોંપીને ગુરુદેવ પાછા મુંબઈ આવી રહ્યા હતા. માર્ગમાં ચેમ્બુરમાં રાત્રિના સમયે એકદમ તબિયત ખરાબ થઈ ગઈ. પરમ ગુરુભક્ત શ્રી ફૂલચંદભાઈ શામજી વગેરે ગુરુભક્તો આવ્યા. શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મંત્રીની વિનંતિથી ગુરુદેવ વિદ્યાલય પધાર્યા. આચાર્યશ્રી સમુદ્રસૂરિ ઘાટકે પર આવી પહોંચ્યા. અહીં ઉપાધ્યાય શ્રી પૂર્ણાનંદવિજયજી મહારાજ (આચાર્ય) સેંકડો નરનારીઓને ઉપધાન તપની ક્રિયા કરાવી રહ્યા હતા. આપણું ચરિત્રનાયક તેમને પ્રેમપૂર્વક માન્યા. તપસ્વીઓએ આપશ્રીના દર્શનથી પરમ આનંદ પ્રાપ્ત કર્યો.
આપણું ચરિત્રનાયક આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિ આદિ શ્રમણગણુ ઘાટકેપરથી દાદર થઈને સ. ૨૦૧૦ના પિષ(મહા)વદિ ૩ના રોજ ગુરુની સેવામાં પહોંચી ગયા. આપે ગુરુદેવના ચરણેમાં મસ્તક ઝુકાવ્યું. ગુરુદેવે વરદ હરતથી આશીર્વાદ દેતાં કહ્યું, “મારે સમુદ્ર તે દેડીને મારી પાસે પહોંચી ગયો. હવે મને અપાર શાન્તિ થઈ” શ્રી સમુદ્રની આંખમાંથી ભક્તિનાં આંસુ ખેતી બનીને વરસી રહ્યાં હતાં. આ આંસુએ ગુરુદેવના ચરણને પખાળી રહ્યાં હતાં. આ રામભરત મિલાપથી પણ અધિક દ્રવિત કરે તેવું ગુરુશિષ્યના મિલનનું અનુપમ દશ્ય જેવાવાળા ભક્તસમૂહને ભાવવિભોર બનાવી રહ્યું હતું. સંભવતઃ કૃષ્ણસુદામાના મિલન સાથે આ હૃદયંગમ મિલનની થેડી તુલના કરી શકાય. કારણ કે શિષ્ય સર્વદા સુદામાની જેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org