________________
ર૩. ગુરુદેવના ચરણમાં
~
~~
~
~
~~
~
~
~
આપણુ ચરિત્રનાયક શ્રી વિજયસમુદ્રસૂરિજી તથા મુનિમંડળની એવી દશા હતી કે “તન અહીં તે મન ત્યાં અર્થાત્ મુંબઈમાં.” પ્રતિદિન પંદર પંદર, વીસ વીસ, બાવીસ બાવીસ માઈલને તીવ્ર વિહાર કરી રહ્યા હતા. ગુરુદેવના ચરણમાં પહોંચી જવાની તાલાવેલી હતી. ગોચરી, પાણી કે ઊંઘ-આરામનો વિચાર કર્યા વિના વિહાર ઉગ્ર બની રહ્યો હતો. કઈ જગ્યાએ સ્થિરતા કરવાનો સમય નહે. સવારસાંજ બે વખત વિહાર થઈ રહ્યો હતે. અને જ્યારે મુંબઈ પાસે મલાડમાં પહોંચ્યા ત્યારે શેઠ ચંદુલાલ ખુશાલચંદવાળા શેઠ હજારમલજી આદિ ગુરુદેવને પત્ર લઈને આવ્યા. ગુરુદેવનો આદેશ હતું કે ઘાટકેપરમાં ઉપધાન તપ ચાલી રહ્યાં છે તે માટે ત્યાં જઈને તપસ્વીઓને દર્શન દઈને મુંબઈ આવશે.
શ્રી સમુદ્રસૂરિ વિચારવા લાગ્યા, ગુરુદેવ કેવા પર માથી છે! પિતાના શરીરની અશાતાને પણ ભૂલી જઈને મને ઘાટકે પર જવાનો આદેશ કર્યો. ગુરુદેવ ભાયખલાનું ચાતુર્માસ પૂર્ણ કરીને ઘાટકોપર પધારી ઉપધાન કરાવવાના હતા. તેથી ગુરુદેવ ઘાટકોપર પધાર્યા હતા. ત્યાં ઉપધાન તપ પ્રારંભ કરાવીને ત્યાંની વ્યવસ્થા ઉપાધ્યાયશ્રી પૂર્ણાનંદ
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org