________________
૧૬
[ શ્રી સિહર્ષિ : ઉપમિતિ ગ્રંથ : હલની કથા કહી પ્રજ્ઞાવિશાળા પાસે ચિત્તવૃત્તિ અટવી આદિને વિસ્તારથી ખુલાસો કર્યો છે (પ્ર, ૪. પ્ર. ૧૧. પૃ. ૮૧૮-૮૪૩.) - સદર ચોથા પ્રસ્તાવના પ્રકરણ ૮માં કેટલાક ખુલાસો સંસારી જીવ કરે છે તેને સવાલ ખાસ વિચારવા ચોગ્ય છે. (જુઓ પ્ર. ૪. પ્ર. ૮ પૃષ્ઠ ૭૯–૮૦૦.) એમાં એક મુદ્દાની વાત કરી છે કે આ આખા ચરિત્રમાં ગૂઢાર્થ વગરનું એક પણ વાકય નથી. ન સમજાય તો પ્રજ્ઞાવિશાળ જનેને પૂછવું.
પાંચમા પ્રસ્તાવને છેડે ભવ્ય પુરુષની વિચારણા દ્વારા કેટલાક ખુલાસા કર્યા છે. (જુઓ પ્ર. ૫. પ્ર. ૨૨. પૃ. ૧૩૩૮–૧૩૪૧.)
સાતમા પ્રસ્તાવને છેડે મહામહને મહાપરિગ્રહ સંબંધી કેટલીક વિચારણા પ્રજ્ઞાવિશાળાએ બહુ સુંદર રીતે કરી છે. (પ્ર. .... ૧૭ પૃ. ૧૮૪૦-૪૨).
આઠમે પ્રસ્તાવ તે ખુલાસાથી ભરપૂર છે.
આ પ્રમાણે ખુલાસા કરાવવાનો હેતુ એ જણાય છે કે વાંચનાર માત્ર કથાના રસમાં દોડ્યો જાય અને આગળ-પાછળને વિચાર ન કરે તે તો એને એક નવલકથા કે અભુત ચરિત્ર વાંચવા જેવું થઈ જાય; પણ વચ્ચે વચ્ચે જે આવી બ્રેક મૂકી હોય તો પાછો એ જરા ઊભો રહે, અટકે, થેલે અને વિચારમાં પડી જાય. વાર્તાની ગોઠવણને અને કળાવિધાનને ક્ષતિ ન આવે તેવી રીતે આ અવાંતર રૂપે ગોઠવણ કરી છે. આટલા મોટા પુસ્તકમાં એવી ગોઠવણની ખાસ જરૂર હતી.
રૂપકકથા કહેવાની તેમની યુક્તિ બહુ ભવ્ય છે. એમણે એક જીવન ચરિત્ર સાથે બીજી અનેક બાબતે પ્રસંગે પ્રસંગે એવી રીતે ગોઠવી દીધી છે કે એના રહસ્યનો જેમ જેમ વિચાર કરવામાં આવે તેમ તેમ તેમાં મહાન સત્યે ભરાયેલાં દેખાઈ આવે અને જે એટલા ઊંડા ઉતરી શકે તેમ ન હોય તેમને કાંઈ નહિ તો કથાશ્રવણને લાભ કે રસ તો જરા પણ નરમ પડે જ નહિ. આખા સંસારને પિતાનો વિષય કરવા માટે તેમણે આ સર્વ રીતિઓ સ્વીકારી એક નવીન શેલીનું પ્રાથમિક દર્શન તેના ભવ્ય સ્વરૂપમાં કરાવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org