________________
કથાકથકની કળાઃ ].
૫૫ (પ્ર. ૪. પ્ર. ૨૦. પૃ. ૯૧૧) ત્યારપછી તેઓ ભવચક્ર જેવા નીકળી પડ્યા. પછી સપ્ત દુર્વ્યસનનું સ્વરૂપ બતાવી દીધું, એનાં જીવતા દાખલાઓ આપ્યા, વસંતરાજને ઉન્માદ બતાવ્યા, ધનગર્વનાં દષ્ટાંત બતાવ્યાં અને અતિ અદ્ભુત કલ્પના કરી સાત પિશાચીઓને બતાવી. એ જરા, જા, મૃતિ, ખલતા, કુરૂપતા, દરિદ્રતા અને દર્ભમતાને એવી યુક્તિથી ગોઠવી દીધી અને એની સામે એના સાત વિધી ભાવ એવી સરસ રીતે ગોઠવ્યા કે એમાં આખી મનુષ્યગતિની સર્વ મેટી પુણ્ય પાપ પ્રકૃતિનું દશ્ય આવી જાય. (જુઓ પૃ. ૧૦૧૧ નીચે કરેલી નેટ ના. ૧.) આવી અંતરકથાની યોજના ત્રીજાથી માંડીને સાતમાં પ્રસ્તાવ સુધી બહુ વૈજ્ઞાનિક પદ્ધતિએ કરી છે. આ તેમની રૂપક કથા કહેવાની માલિકતા છે.
તેમણે પ્રથમ પ્રસ્તાવમાં પોતાનું ચરિત્ર લખી પ્રત્યેક શબ્દ અને વાક્યનું રહસ્ય ઉતારી આપી સંકેત બતાવી દીધું અને પછી કથા શરૂ કરી એટલે ઉપનય ઉતારવાનું કે રહસ્ય જણાવવાનું રહેતું નહોતું, છતાં વાર્તા ઘણી ઊંડી એટલે એમણે અવારનવાર પ્રસંગે લઈ ઉપનય ઉતાર્યો છે તે માટે પણ એમણે ભવ્ય યોજના કરી છે. એમણે પ્રથમ પ્રજ્ઞાવિશાળ અને અગૃહીતસંકેતા નામની બે સખીઓ ઊભી કરી. એક અતિ બુદ્ધિશાળી, વિચારશીલ અને કપનાભરપૂર વિદુષી સ્ત્રી કલ્પી અને બીજી તદ્દન સાદી–ભેળી અને ઊંડાણમાં ન ઉતરી શકે તેવી ચાલુ સ્ત્રી કપી. પ્રથમનું નામ પ્રજ્ઞાવશાળ એટલે વિશાળ બુદ્ધિવાળી એમ આપ્યું અને બીજીનું નામ અગ્રહીતસંકેતા એટલે ઊંડાણ ન સમજનારી–સંકેત ન સમજનારી એવું આપ્યું. દરેક પ્રસ્તાવને છેડે અને એકાદ વખતે ચાલુ કથામાં પ્રજ્ઞાવિશાળ દ્વારા કેટલાક ખુલાસા કરાવ્યા છે અને કેટલાક મુલતવી રખાવ્યા છે. તે માટે નીચેના મુદ્દા તપાસવા.
બીજા પ્રસ્તાવને છેડે ભવ્ય પુરુષના સવાલના જવાબમાં પ્રજ્ઞાવિશાળા ખુલાસા કરે છે. (પ્ર. ૨. પ્ર. ૧૦. પૃ. ૩૨૯-૩૦)
ત્રીજા પ્રસ્તાવને છેડે પ્રજ્ઞાવિશાળા ચિંતવન કરી ખુલાસો કરે છે. (પ્ર. ૩. પ્ર. ૩-૪. પૃ. ૬૮૮-૯)
ચોથા પ્રસ્તાવના અગિયારમાં પ્રકરણમાં સંસારી જીવે વેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org