________________
૫૪
[ શ્રી સિહર્ષિ :: ઉપમિતિ ગ્રંથ :
જે બાબત આગળ સ્પષ્ટ થાય છે. અનેક ભવની કથાનું ચિત્ર તે તેની પાસે મેાજૂદ હતું. એમને મન શ્રીહરિભદ્રસૂરિનુ અનુકરણુ એ તે જાણે ઘરની વાત હતી, એ એમના પરમ ઉપકારક હાઈ એનું અનુકરણ કરવામાં એ પેાતાની જાતને ધન્ય માનતા હતા; પણ શ્રી હરિભદ્રસૂરિ ત ‘ સમરાઇÁકહા ’ માં એક જીવની વાત કરી એક મનેાવિકારને ન્યાય આપી શકયા હતા, શ્રી સિદ્ધર્ષિને વિષય તા આખા સંસાર હતા. એટલે પેાતાની રૂપક કથાને અનુફળ થાય તેવી ચેાજના સારુ એમણે કેટલીક વાત સંસારી જીવે અનુભવી તે કહી અને કેટલીક તેણે સાંભળી તે કહી. તેટલા માટે તેમણે દરેક પ્રસ્તાવમાં અ ંતરકથા કહી અને તે રીતે તેમણે સ્પશે - દ્રિયને ત્રીજા પ્રસ્તાવમાં, રસેન્દ્રિયને ચેાથા પ્રસ્તાવમાં, ઘ્રાણેંદ્રિયને પાંચમા પ્રસ્તાવમાં, ચક્ષુરિંદ્રિયને છઠ્ઠા પ્રસ્તાવમાં અને શ્રોત્રે ંદ્રિયને સાતમા પ્રસ્તાવમાં આકાર આપ્યા.
એ ઉપરાંત એમણે કથામાં ( અંતર ) કથા અને તેમાં પણ ( અવાંતર ) કથાએ મૂકી છતાં કાઇ પણ જગ્યાએ જરાપણ અસ્તવ્યસ્તતા થવા દીધી નથી. દાખલા તરીકે પાંચમા પ્રસ્તાવમાં સંસારી જીવ વામદેવ તરીકે પેાતાના અનુભવ કહે છે, ત્યાં બુધસૂરિ ધવળરાજ સમક્ષ જે સ્વાનુભવ બતાવી રહ્યા છે તેની વાર્તા અંતરકથારૂપે ચાલે છે, એમાં વળી ખઠર ગુરુનું કથાનક ચાલે છે અને અંતે સર્વને સાર સમજાવવામાં આવે છે.
આ અંતરકથાની પદ્ધતિ એમણે ખાસ કારણસર સ્વીકારી જણાય છે. કાઈ કાઈ વાર કથામાં કથા, તેમાં અંતરકથા અને તેમાં અવાંતર કથા આવે છે અને છેવટ ખરાખર મેળ મળી જાય છે. તેમને આખી દુનિયા તપાસવી હતી અને તે કાય જો તેહમંદીથી કરવું હેાય તે! અંતરકથાના ઉપયાગ જરૂર કરવા જ પડે, કારણ કે તેઓ પેાતાની પાસે પડેલા શ્રી સમરાઈચ્ચકહાના આદર્શોથી જોઈ શકયા હતા કે એક વ્યક્તિના ચરિત્રમાં આખી દુનિયાને બતાવવી અશકય છે. એમણે ચેાથા પ્રસ્તાવમાં વિમર્શ ને પ્રક ની ભવ્ય કલ્પના કરી, અન્નેને રસનાના મૂળની શોધ કરવા માકલ્યા, એ મામા ભાણેજને એક વર્ષના સમય કાર્ય સિદ્ધિને અંગે આપ્યા પણ તે બન્નેએ છ માસમાં પોતાનું કામ આટોપી નાખ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org