________________
૫૩
કથાચકની કળાઃ ],
શિખર હાય, એ શિખર ઉપર જૈનપુર નામનું નગર દેખાય, એ ( સીમલા જેવા પર્વત પરના ) નગરની વચ્ચે કાઉન્સિલ હાલ જેવા મોટા ચિત્તસમાધાન મંડપ નાખ્યા હાય, એના ઉપર નિ:સ્પૃહતા નામની વેદિકા હાય, એના ઉપર જીવવીય નામનું સિંહાસન હાય અને તેના ઉપર ચારિત્રધર્મ નામના રાજા બેઠા હાય અને ચારે માજી તેના પરિવાર હાય.
આ કલ્પનાની ભવ્યતા અસાધારણ છે, અદ્ભુત છે, અપૂર્વ છે. આ ખાખત તા ખીજે પ્રસંગે અને ખીજા સંબંધમાં વિચારવાની છે. અત્ર કહેવાની હકીકત એ છે કે રૂપક કથાના કહેનાર તરીકે તેઓ જો કે શાસ્ત્રના દાખલા આપે છે, છતાં તેમની કલ્પનાની ભવ્યતા અસાધારણ છે. તેમના વખત સુધીમાં કેઇએ એવા પ્રકારની આખા સંસારને લાગુ પડે તેવી આખી વાર્તા રૂપઢ્ઢારા લખી હાય તેમ જણાતું નથી એ પણ આપણે હવે પછી જોશું. વાર્તા કહેનાર ( કથાકથક ) તરીકે તેમણે ભવ્ય કલ્પના તદ્દન નવીન ઢબે કરી છે એ અત્ર વક્તવ્ય છે.
એમાં વધારે ખૂમીની હકીકત એ છે કે એમણે કલ્પના ચલાવ્યા છતાં વાર્તાના રસ અગડવા દીધા નથી અને અપૂર્વ કથા એક રીમાન્સ ( અદ્ભુત કથા ) તરીકે કરી છે. એમાં એમના મનુષ્યની માનસિક દશાને અભ્યાસ પણ અસાધારણ છે એ ખાખત પણ પ્રસંગે અન્યત્ર જોવાશે. એક કથા કહેનાર તરીકે તેમણે અસાધારણ માલિકતા બતાવી વાતાના રસ તૂટી ન જાય તે રીતે વાત કરી છે અને તેમ કરવામાં અંતર કથાની પદ્ધતિના ઉપયોગ કર્યો છે. કથાકથકની એ અસાધારણ વિશિષ્ટતા છે તે આપણે જોઇએ.
કથા કહેવાની પદ્ધતિમાં માલિકતા લાવવા માટે એક માટુ રેશમાન્સ ( અદ્ભુત કથા ) તેમણે ખડું કર્યું. એક છ ખંડ પૃથ્વી સાધનાર મહાત્ ચક્રવતીને રસ્તા પર જતા કલ્પીને તેને ફાંસીએ ચડાવવા લઇ જવાતા કલ્પ્યા અને તેની પાસે તેની આખી વાતા કહેવરાવી. તે કાળના ગ્રંથામાં વાર્તાકથનની આ પદ્ધતિ હતી. શ્રી આણુ કવિએ આખી કાઢખરીની કથા પોપટના મુખમાં મૂકી ત્યારે શ્રી સિદ્ધર્ષિગણિએ આખી કથા એક વચ્ચસ્થાનકે લઈ જવાતા સંસારીજીવના મુખમાં મૂકી. વાસ્તવિક રીતે એ મહાન ચક્રવતી છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org