________________
પર
[ શ્રી સિદ્ધર્ષિક ઉપમિતિ ગ્રંથ છે ક્રોધ, માન, માયા, લેભ સાથે સરખાવ્યા છે. વસ્તુત: એમાં રૂપક જેવું કાંઈ નથી, ઉપમાન પણ નથી, માત્ર એને એક પ્રકારની વ્યાક્તિ કહી શકાય. એમાં કલ્પનાની ભવ્યતા નથી.
ત્રીજું દષ્ટાંત માછલાનું છે. એમાં માછીમાર માછલાને પકડવા આંકડો પાણીમાં નાખે છે, પણ અનુભવી માછલ ત્રણ ત્રણ વાર માંસ ખાઈ જાય છે છતાં સપડાતો નથી અને પોતે કેવી રીતે સપડાયો નહોતે તેની વાર્તા કહે છે. (પૃ. ૨૨૮-૩૦ સદર). આમાં માછલું બેલે છે તેટલા પૂરતું જ નવીનત્વ છે, બાકી એમાં રૂપક ભાવ ઉઘાડે પડી જાય છે.
ચેથી ધૂમપત્રની વાર્તા ઉત્તરાધ્યયનના દશમાં અધ્યયનમાંથી કહી છે. તેમાં ખરતાં પાંદડાં કહે છે કે–અમારો અત્યારે જેવો વખત છે તેવો તમારો ( કંપળને ) આવશે ( પૃ. ૨૪૩ ) માટે તમે અમને હસે છે તે નકામું છે. આમાં પાંદડાં બોલે છે એટલી જ વાતો જાણવા જેવી છે.
એ ચારે દષ્ટાન્તમાં કાંઈ ૫નાની ભવ્યતા નથી, રૂપકનું અપૂર વત્વ નથી, ઉપમાનનું ગૌરવ નથી, માત્ર બેધ કરવા સારુ અસલ જેમ પંચતંત્રાદિ ગ્રંથો અથવા ઈસન્સ ફેબસ (Esop's Tables)માં જનાવર કે પક્ષી પાસે વાત કરાવવામાં આવતી હતી તે રીતિનું અનુકરણ છે.
એ ચારે દષ્ટાન્ત સાથે ઉપમિતિના ચેથા પ્રસ્તાવને એક જ પ્રસંગ વિચારીએ. એમાં ચિત્તવૃત્તિ અટવી, તેમાં પ્રમત્તતા નદી, એ નદીમાં તદ્વિલસિત નામને દ્વીપ, એ દ્વીપમાં ચિત્તવિક્ષેપ નામને મંડપ, એ મંડપમાં તૃષ્ણ નામનું પ્લેટફોર્મ વ્યાસાસન અથવા વેદિકા અને તે વેદિકા ઉપર માંડેલ વિપર્યાસ નામનું સિંહાસન અને એ સિહાસન ઉપર મહરાજી બેઠેલા, એના રાગકેસરી અને દ્વેષગજેંદ્ર છોકરાં, ત્યાં બીજા સાત રાજાઓ અને મહરાયને આખો પરિવાર એ વિશાળ મંડપમાં બેઠે છે અને સોળ છોકરાઓ એની પાસે રમી રહ્યા છે. એ કલ્પના એક બાજુ પર કરી લો.
તેની સામે તે જ પ્રસ્તાવમાં આપેલ સાત્વિકમાનસપુરની કલ્પના કરે, તેમાંથી વિવેક પર્વત નીકળે, એ પર્વત ઉપર અપ્રમત્તત્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org