________________
૫૦
[ શ્રી સિદ્ધર્ષિ ઃ ઉપમિતિ ગ્રંથ :
તેટલા માટે પેાતાનું ચિત્ર જ ઉપોદ્ઘાતમાં આપી તેના આશય પોતે સ્પષ્ટ કર્યો છે.
એમ છતાં ગ્રંથકર્તાને એમ લાગ્યું કે વચ્ચે વચ્ચે કેાઇ વાર સ્પષ્ટતા કરવાની જરૂર તા પડશે જ, કારણ કે એમને તે આખા સ'સાર દનરૂપે વ્યક્ત કરવા હતા અને નાટક બતાવતાં મેાજ કરાવવી નહેાતી, પણ એના ઊંડાણમાં ઉતરવુ હતુ અને વાંચનાર કે શ્રોતાને તેમાં ઉતારવા હતા. એટલા માટે વાર્તા સાંભળનારમાં એમણે બહુ ચાતુર્ય થી અગ્રહીતસ કેતાનું પાત્ર સાથે રાખ્યું છે. ઉપર ‘ ગ્રહીતસ ંકેત ’ શબ્દ (પૃ. ૪૯ સ ંસ્કૃત ટાંચણુ પંક્તિ ૩–૬) વાપર્યા છે તે જોયા હશે; છતાં એક અગ્રહીતસ કેતાને સાથે રાખી, વચ્ચે વચ્ચે પાંચેક જગ્યાએ તેને માટે અથવા તેની દ્વારા ખુલાસા કરાવ્યા છે. સકેત અને પ્રજ્ઞા એ બન્ને ભવ્ય શબ્દો છે અને સંકેતનું જ્ઞાન ખતાવનારા છે. ગ્રહીત, સકેત, શિક્ષિત અને અવગતિ એ ચાર શબ્દો ઉપરના મૂળ ટાંચણમાં છે એને અત્ર ખુલાસા થઇ જાય છે.
'
શૈલીની માલિકતાના આ અચૂક પુરાવા છે. એમણે ઉપાદ્ઘાતરૂપે પ્રથમ પ્રસ્તાવ લખ્યા અને ‘ અગ્રહીતસ કેતા ’ અને ‘ પ્રજ્ઞાવિશાળા ' ના પાત્રાને સાથે રાખ્યા એ બતાવે છે કે એમની આ પદ્ધતિ તદ્ન નૂતન હતી. ઉપમાનના ઉપયેાગદ્વારા આવી આખી સંસારલીલા ખતાવવી એ કાય એમણે પ્રથમજ આદર્યું અને તેટલા માટે સ ંકેતના ખુલાસા અતાવી વાર્તા શરૂ કરી. જો તેમ કર્યું' ન હાત તા કથાનું ઉપયાગીપણું રહેત નહિ એમ મને લાગે છે. આખી વાર્તામાંથી પ્રથમ પ્રસ્તાવ બાદ કરીએ અને વચ્ચે વચ્ચે અગ્રહીતસ કેતાની ગુંચવણાને નિકાલ થતા ન જોઇએ તેા વાર્તામાં આટલું ઊંડું રહસ્ય છે એમ સૂજે નહિ અને અત્યારે તે કદાચ સૂજે, પણ જ્યારે એ પદ્ધતિ તદ્દન નવીન હાય, જ્યારે શ્રોતાવ એ દૃષ્ટિબિન્દુથી સાંભળવાની પદ્ધતિમાં આવ્યા ન હેાય, જ્યારે એ પ્રકારની મનેાદશા ઉપસ્થિત જ થઇ ન હેાય ત્યારે ગ્રંથકર્તાને પેાતાને જ રહસ્યાર્થ પ્રકટ કરવાનું કાર્ય સર્જનકળાના વિશિષ્ટ ધેારણને બાજુએ મૂકીને કરવું પડે છે અને એ કરવાના પ્રયત્ન એ એમની ઉપમાન પદ્ધતિના સ્વીકારની માલિકતા બતાવે છે. સાથે ઉપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org