________________
છતાં સાર્વત્રિક નવીનતા. ]
ગ્રંથકર્તાએ આ રીતિ બહુ વિચાર કરીને આચરી છે. તેઓ પોતે જ આ આખા ઉપઘાતને અંતે (પ્રથમ પ્રસ્તાવને છેડે ) કહે છે કે
भवत्येव गृहीतसङ्केतानामुपमानदर्शनादुपमेयप्रतीतिरत एवेदं कथानकमादावस्यैवार्थस्य दर्शनार्थमुपन्यस्तं यतोऽस्यां कथायां न भविष्यति प्रायेण निरूपनयः पदोपन्यासस्ततोऽत्रशिक्षितानां सुखेनैव तदवगतिर्भविष्यति ।
જેઓ સંકેત સમજી ગયા હોય છે તેઓને ઉપમાન બતાવવાથી ઉપમેય સમજવું મુશ્કેલ પડતું નથી, એ બતાવવા માટે આ ગ્રંથની શરૂઆતમાં ઉપમાન રૂપ કથાની રચના કરવામાં આવી છે. હવે જે કથા રચવામાં આવે છે તેમાંનું એક પદ પણ બનતા સુધી ઉપમેય વગરનું નહિ આવે. તેને રહસ્યભાવ કેવી રીતે સમજાવો તેની પદ્ધતિ અત્ર જણાવાઈ ગઈ છે તેથી એ કથામાં તમારી સારી રીતે પ્રવૃત્તિ (જ્ઞાન) થઈ શકશે.” (પૃ. ૨૧૬.)
મતલબ એ છે કે – – આખી કથા સંકેતરૂપ છે, રહસ્યગર્ભ છે. એ સંકેતને પ્રથમથી જણાવવાની જરૂર હતી. એ જણાવવા માટે પ્રથમ પ્રસ્તાવમાં કથાનક કહ્યું. હવે પછી કથા કહેવાની છે તેમાં ઉપમાન જ બતાવાશે. સંકેત સમજ્યા છો તો ઉપમેય શેધી કાઢજે. હવેની કથામાં પ્રાય: એક પદ પણ રહસ્યાર્થ વગરનું નથી.
એમાં તમારે પ્રવેશ થાય તે માટે આ સકિત બતાવ્યો છે. બીજી બાબત ઉપર એના સ્થાને ચર્ચા થશે, પણ સંકેત બતાવવાની પદ્ધતિ એક શિષ્ટ લેખકને ત્યારે જ આદરવી પડે કે જ્યારે તેની શૈલી તદ્દન નવીન હોય. એ પદ્ધતિએ ગ્રંથ લખાઈ ગયા હોય તે આટલી બસો પૃષ્ઠ જેટલી ઉપોદઘાત ગ્રંથકર્તાને પોતાને કરવી પડે નહિ. એ પદ્ધતિ સ્વીકારી સકેત બતાવ્યો છે તેમાં જ એમની મૌલિકતાનું દર્શન છે અને તે વાતમાં ગુંચવણ ન થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org