SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ [ શ્રી સિદ્ધર્ષિ :: ઉપાદ્બાત : તેમ છે, માટે તે ખાખતમાં મારી ઉપર કૃપાવાળા સર્વેએ તે ત્રણે વસ્તુઓ લેવાની કૃપા કરવી. સર્વ તે લેવા ચેાગ્ય છે.” (પૃ. ૪૭). આ વિજ્ઞપ્તિ કરીને પછી ગ્રંથકર્તા કહે છે કે “ આ પ્રમાણે દૃષ્ટાંત આપની પાસે ટૂંકામાં કહી સંભળાવ્યું. હવે તેને ઉપનય કહેવામાં આવે છે તે સાંભળે.” ( પૃષ્ઠ ૪૭). આ ‘ ઉપનય ’ શબ્દના અર્થ વિચારવા જેવા છે. 6 એ સંસ્કૃત ની ધાતુને ઉપસર્ગ ૩પ લાગવાથી બનેલું નામ છે. એના અર્થ પાસે લાવવું ’એમ થાય છે. કાશકાર આપ્ય એના અર્થ Bringing near એમ આપે છે. એના અર્થ ઉપનયન સંસ્કાર પણ થાય છે. ઉપનયન એટલે મૂળ વસ્તુની પાસે જવું, વધારે નજીક જવું, વધારે મારિકીથી એના અંતરપટમાં જઈ એ વસ્તુને આળખવી, એ વસ્તુનું ઊંડાણ વિચારવું, એના રહસ્યમાં પ્રવેશ કરવા એવા ધ્વનિ એમાંથી નીકળે છે. જેમ ઉપનયન સંસ્કારથી ધર્મના જન્મ થાય છે અને પ્રાણી ધર્મની નજીક આવે છે, તેમ ઉપનયદ્વારા વસ્તુના અંતરના જ્ઞાનથી પ્રાણી વાર્તાનું રહસ્ય સમજે છે. શ્રી સિદ્ધર્ષિ ગણિને તદ્ન નવીન શૈલી આદરવી હતી એટલે પેાતાના શ્રોતાવર્ગને એ નવીન શૈલીની દીક્ષા આપવી જોઇએ, શ્રોતાના એક પ્રકારે ‘ ઉપનયન ’ સંસ્કાર કરવા જોઇએ અને તેમને વાર્તાના ઊંડાણુમાં રહસ્યાર્થ માં ઉતારવા જોઇએ. એટલા માટે તેમણે સંસ્કાર કરવા સારુ ઉપેાઘાતરૂપે પાતાનુ ચિરત્ર કહી સંભળાવ્યું અને પછી પાતે જ લખાણ ઉપાદ્ઘાતદ્વારા પ્રત્યેક શબ્દના રહસ્યાર્થ કહી બતાવ્યા: પાતે અષ્ટમૂળપર્યંત નગર શા માટે કહ્યુ ? તેમાં પેાતાના જીવ નિપુણ્યકનું નામ શા માટે ધારી રહ્યો હતા ? તેના અનેક વ્યાધિએ વસ્તુત: શા શા હતા? સ્વકવિવર તે કાણુ ? સુસ્થિત મહારાજા કાણુ ? ધ એધકર મત્રી કાણુ ? અંજન, જળ અને અન્ન શા ? વિગેરે સંપૂર્ણ વાર્તા બહુ વિગતપૂર્વક પોતે જ કહી આપી. પરિણામે જે વાર્તા પાતે લેાક ૧૧૨-૪૫૯ સુધીમાં કહી હતી તેના અંદરનેા આશય સમજાવવામાં લગભગ બે હજાર શ્લાક જેટલી ગદ્ય રચના કરી. એમાં જરાપણ ગેરસમજૂતી ન થાય તેટલા માટે મે ૪૦ અંતર પ્રકરણ પાડ્યા છે અને અનુસંધાના ( Cross reference ) બતાવ્યાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002147
Book TitleSiddharshi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1939
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy