________________
છતાં સાર્વત્રિક નવીનતા. ]
४७ ત્યારે તેની સાથે જ તેના મુખમાંથી આશ્ચર્યને ઉગાર પણ તે જ વખતે નીકળતો સાંભળ્યો છે. આવી રીતે પાત્રાલેખન અને નામાભિમાન નિર્ણય કરવામાં મલિક્તા છે. એમની મલિકતા અનુમાન કે ઉપમાનની શોધ કરવાની નથી, પણ તેમના કહેવા પ્રમાણે ઉપમાનની પ્રચલિત શૈલી હતી તે તેમણે સ્વીકાર્યા પછી તે ઉપમાનને આખા સંસારવિસ્તાર સાથે લાગુ કરવામાં રહેલી છે.
એ મૌલિક્તા સિદ્ધ કરવાનું બીજું ઘણું મુદ્દામ કારણ પ્રાપ્તવ્ય છે અને તે પ્રથમ પ્રસ્તાવની રચના છે. એ પ્રથમ પ્રસ્તાવની રચના બીજા પ્રસ્તાવથી શરૂ થતી મહારૂપક કથાની મૌલિકતા સિદ્ધ કરે તેમ છે. તેની યેજના આ પ્રમાણે લાગે છે તે વિચારવી – ગ્રંથકર્તાએ પ્રથમ પ્રસ્તાવમાં સામાન્ય પ્રસ્તાવના (Preface) પ્રથમ ચોદ પૃષ્ઠમાં (લેક ૧૧૧ વડે ) કરી. તેમાં એક નિપુણ્યક નામના જીવનું ચરિત્ર કહ્યું. અદૃષ્ટમૂળપર્યત નામના નગરમાં એક દીન દુઃખી રેગી અપુણીઓ જીવ રહેતો હતો. તે એકદા સુસ્થિત મહારાજની સાત માળની હવેલી પાસે આવ્યો. સુસ્થિત મહારાજની તેના પર નજર ગઈ. તે જોઈને એ ભિક્ષા માટે રખડતા રેગીને સ્વકર્મવિવર નામના દ્વારપાળે મંદિરમાં દાખલ કર્યો,
એની આંખમાં વિમળોલેક નામનું અંજન ધર્મબંધકર નામના રડાના ઉપરીએ આંર્યું, એને તત્ત્વપ્રીતિકર પાણી પાયું અને
એને મહાકલ્યાણ નામનું ભજન કવરાવ્યું. એને ભીખ માગવાના ઠીંકરા ઉપર બહુ પ્રીતિ હતી તેથી ધર્મબેકરની પરિચારિકા તયાની વાત એ સાંભળ નહિ. આખરે એને અંજન, જળ અને ભજનના પ્રગથી વ્યાધિઓ ઓછા થયા. પછી એને બુદ્ધિ પરિચારિકા કરી આપી અને છેવટે એણે અન્યને અંજન, જળ ને ભેજન આપવા વિચાર કર્યો. છેવટે એક લાકડાની પેટીમાં એ ત્રણે ચીજો ભરીને ભરબજારમાં મૂકી. આવી અતિ વિચિત્ર વાર્તા ગ્રંથકર્તાએ કહી. એ વાર્તા પૃષ્ઠ ૧૩ થી ૪૭ સુધી ચાલે છે. (શ્લોક ૧૧૨-૪૫૯).
પછી ત્યાં ઉપર જણાવ્યું તેમ એક ઘણું અર્થસૂચક વાત કહી છે. “જે હકીક્ત અહીં કહેવામાં આવી છે તે તમામ જીને માટે કહી છે અને તે ગ્રહણ કરવાથી રચનાર ઉપર ઉપકાર થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org