SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાપારની અપેક્ષાએ તેઓ શેરબજારના ડીરેકટર પદે લાંબા વખત સુધી રહ્યા અને ત્યારપછી પણ તેમના તરફ શેરબજારના કાર્યકરોનુ ચાલુ માન રહ્યા કર્યું. જેનામાં સેવાભાવ અને ધર્મશ્રદ્ધા હોય છે તેને ઉત્તરોત્તર માંગલિક્યમાળા વિસ્તરે છે એનું જીવતું દષ્ટાંત આ શ્રી વાડીલાલ ભાઈનું ચરિત્ર છે. એમની સેવા અને શ્રદ્ધાનું ફળ તેઓ સમાજમાં જે ઉચ્ચ સ્થાન દીપાવતા રહ્યા અને તેમાં વધારો કરતા રહ્યા તેમાં જ યોગ્ય પરિણામ પામ્યું. આવાં ધર્મકાર્યો ઘરની અનુકૂળતા હોય ત્યારે ભારે શોભા આપે છે. શેઠ શ્રી વાડીલાલને સુભાગ્ય યોગે શ્રી મેનાબહેન સાથે વિવાહગ થયે હતું. આ પુરાતન કાળના વ્યવહારુ આર્યપત્ની–આદર્શ જેવા હતા, તેમણે શેઠ વાડીલાલભાઈના દરેક કાર્યમાં સહકાર આપે, પ્રેરણા આપી, ઉત્સાહ પૂર્યો, આ રીતે સેના સાથે સુગંધને વેગ થતાં વાત વધારે દીપી, જીવન વધારે રસમય થયું અને માન પ્રતિષ્ઠાને ફાલ વધતે ચાલે. ભાવનગરની શ્રી જૈનધર્મ પ્રસારક સભા તરફ તેમને પૂર્ણ પ્રેમ હતે. એ સભાના કાર્યવાહક સાથે પરમ પ્રીતિવાળા હતા. એ સભાના લાઈફ મેમ્બર થયા હતા અને શ્રી મુંબઈમાં એ સભાની શાખા સ્થાપવામાં સદ્ગુણસંપન્ન મહું શેઠ ફકીરભાઈ સાથે તેમનો પૂરેપૂરે ફાળો હતો. એમને અભાવ થવાથી એ સભાને એક લાયક સભાસદની ન પૂરાય તેવી ખોટ પડી છે. એમના બને ચિરંજીવીઓ પણ એમને જ પગલે ચાલી એ સભા તરફ પ્રેમ ધરાવતા રહે એ ઈચ્છનીય છે. શ્રીયુત વાડીલાલભાઈને રતિલાલભાઈ અને ધીરજલાલભાઈ–બે પુત્રો થયા. પિતાને પગલે ચાલવાનો પ્રયત્ન કરનાર આ બન્ને પુત્રો અત્યારે જૈનવર્ગમાં આગળ પડતું સ્થાન ધરાવે છે અને શ્રી વાડીલાલ શેઠે મેળવેલ પ્રતિષ્ઠામાં વધારો કરે છે. શ્રી રતિલાલભાઈ તો મુંબઈ માંગરોળ સભાના અને પાલીતાણું જૈન શ્રાવિકાશાળાના સેક્રેટરી હોવા ઉપરાંત લગભગ દરેક જૈન સંસ્થાની એક યા બીજે પ્રકારે સેવા કરી રહ્યા છે. તેઓને કેળવણી પરનો પ્રેમ, સેવાની ધગશ અને ઉદારતા એ પૂજય પિતાને વારસે જ છે અને તેમાં તેઓ આગળ વધે તે તેમાં પિતૃઋણું જ અદા કરે છે એમ ધારી શકાય. આ બન્ને ભાઈઓ પાસેથી સમાજ ઘણી આશાઓ રાખે છે અને તેમાં કોઈ જરા પણ છેતરાશે નહિ એવી અત્યાર સુધીના તેમના વર્તનથી ખાતરી થઈ ચૂકી છે આવી રીતે એક ધર્મમય કુટુંબના ઉત્તમ નબીરા શેઠ વાડીલાલની જીવન-વહનિકા પૂરી થાય છે. સં. ૧૯૮૮ ના ચૈત્ર વદિ ૧ ને રાજ એમણે છનીય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002147
Book TitleSiddharshi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1939
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy