________________
સંસ્થાઓ તરફ તેમણે સારી સહાયતા કરી હતી. એવી મદદની રકમને સરવાળો ઓછામાં ઓછી ગણનાએ રૂા. ૫૦૦૦૦ ઉપર થવા જાય છે. પાલીતાણા જૈનશ્રાવિકાશાળા અને જેનગુરુકુળમાં તેમણે બહુ સુંદર ફાળો આપ્યો હતો તે તે જાહેર હકીકત છે, તદુપરાંત બીજી અનેક સંસ્થાઓને તેમણે યથાશક્તિ ઉત્તેજન હૃદયના પ્રેમપૂર્વક આપ્યું હતું. તેમણે રાધણપુરના વિદ્યાથીભુવનને પણ સારી સહાય આપી હતી અને આવી વિવિધ રીતે તેમણે કેળવણી તરફ સુરુચિ દાખવી હતી.
જીવદયા એ તો જેનોને વારસો છે. બાળપણથી જીવદયાના સંસ્કાર જેનોમાં જાગૃત રહે છે. શ્રી વાડીલાલભાઈએ મુંબઈ જીવદયા મંડળીના આજીવન સભ્ય થઈ તેને સંતોષી અને રાધણપુરની પાંજરાપોળને તો ધન ઉપરાંત સેવાથી પણ નવાઇ. આ પ્રકારે તેમની સેવાભાવનાને વિકાસ થતો ગયો તે તેમણે આજીવન ટકાવી રાખે.
સાધમભાઈઓ તરફ તેમનો પક્ષપાત જાણીને તે કોઈપણ જૈન એમને આંગણે જાય તો ખાલી હાથે પાછો ન આવે એવી એમણે પ્રવૃત્તિ રાખી હતી અને ગુપ્તદાનને પ્રવાહ નિયમિત રીતે ચાલુ રાખ્યું હતું સ્વધર્મી બંધુનું સેવાભાવે વાત્સલ્ય કરવું એ તે જીવનનો લહાવો છે અને એ લહાવો એમણે ખૂબ પ્રેમથી, અંતરની શ્રદ્ધાથી અને હૃદયના આનંદથી લીધો હતા એમ તેમના પરિચયમાં આવનાર આજે પણ મુક્તકંઠે પ્રશંસાત્મક શબ્દોમાં ઉચ્ચારણ કરે છે, એ તેમની મનુષ્યત્વ ભાવનાને ખરેખર અનુમોદના કરાવે તેવી ગંભીર પણ સાદી વાત છે.
તેમનો ધર્મપ્રેમ સદેવ જાગતો અને વધતા હતા. એમણે પૂજ્યપાદ મુનિરાજશ્રી નીતિવિજયજી( હાલના શ્રી વિજયનીતિસૂરીશ્વરજી)ના ઉપદેશથી એક સુંદર ઉદ્યાપન સંવત ૧૯૮૪ માં કરી તે રીતે પોતાનો ધર્મપ્રેમ બતાવ્યો હતું અને જ્ઞાન, દર્શન, ચારિત્રની ત્રિવિધ આરાધના કરી જીવન સફળતા કરી હતી. તેમને યાત્રાનો અજબ શોખ હતો. તેઓ સર્વ તીર્થોએ અનેક વાર જઈ આવ્યા છે. ત્યાં તેમની પૂજનસામગ્રી, પૂજનપ્રેમ અને ચિત્યનું અવલંબન એટલું આકર્ષક જેવાઈ શકાતું કે આજે પણ તેમની રસવતી ધર્મભાવનાની પ્રશંસા થયા કરે છે.
આ ઉપરાંત રાધનપુરમાં તેમણે ઉપધાન વહેવરાવ્યા અને નાનાં મોટાં અનેક ધર્મકાર્યોમાં પ્રેરણા, સહાય અને સહકાર આપી ધર્મભાવનાને પ્રાધાન્ય આપ્યું અને અપાવ્યું.
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org