SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હરગોવનદાસ અને શ્રી વાડીલાલ ભાઈએ પિતાનું નામ વધારે દીપાવ્યું અને સમાજમાં તેમજ ધર્મક્ષેત્રમાં આગળ પડતો ભાગ લઈ પિતાની આબરૂમાં વધારો કર્યો. એક મધ્યમસરનું જીવન વ્યવહારમાં કુશળ રહી, ધર્મભાવનાથી જાગ્રત રહી, સેવાભાવમાં સવિશેષ રસ લઈ ઔદાર્ય અને ઉત્સાહથી કેવી રીતે પ્રગતિ કરી શકે છે તે જાણવા લાયક હોઈ શેઠ શ્રી વાડીલાલ ભાઈને જીવનપ્રવાહ આપણે અવકી જઈએ. તેમનું વિદ્યાર્થીજીવન રાણપુરમાં વ્યતીત થયું. ઇગ્લિશને અભ્યાસ પણ તે યુગના પ્રમાણમાં તેમણે કર્યો. વડીલ બંધુ હરગોવનદાસના સ્થાનિક જાહેર જીવનનો અભ્યાસ કર્યો. ધર્મને પ્રાથમિક અભ્યાસ તે વખતનાં સાધનને અનુરૂપ ઠીક પ્રમાણમાં કર્યો. સાથે ધર્મરુચિ જાગ્રત રહે તેવા અનેક પ્રસંગે પ્રાપ્ત થયા. રાધણપુરમાં ધર્મશ્રદ્ધા અત્યારે પણ સારા પ્રમાણમાં જોવામાં આવે છે. ત્યાં કોઈ જૈન રાત્રે ભજન કરે કે તિથિએ લીલું શાખા બનાવે એ અત્યારે પણ અશક્ય બનાવ ગણાય છે, તે વીસમી શતાબ્દિની શરૂઆતમાં તો એને માટે સવાલ જ ન હોય. નિત્ય દેવપૂજન, ચાતુર્માસમાં દરરોજ પ્રતિક્રમણ અને પર્યુષણમાં યથાશક્તિ તપ અને વ્યાખ્યાનશ્રવણ આદિ તો ત્યાં પરિપાટીથી જ ચાલ્યા આવે છે. એમાં વળી વિશેષ શ્રદ્ધાવાન કુટુંબમાં એની જ્યોતિ અખંડ અને સવિશેષ રૂપે જાગતી રહે તેમાં કાંઈ નવાઈ જેવું નથી. આ રીતે ધર્મભાવના અને વર્તમાન કેળવણીનું એકીકરણ કરી શ્રી વાડીલાલભાઈ મુંબઈ આવ્યા. મુંબઈની શેરબજાર તે વખતે લગભગ નવીન તૈયારીમાં હતી. તેમણે શેરબજારને છેડે વખત અનુભવ લઈ તેના દલાલ તરીકે કાર્ય શરૂ કર્યું. શરૂઆતમાં ચંપાગલીમાં વાસ કર્યો. આ વખતમાં તેઓની પ્રતિષ્ઠા અને આવક ક્રમે ક્રમે વધતાં જ ચાલ્યાં. તેઓ સાદાઈમાં માનનાર હતા અને આબરૂ જળવાય તે રીતે ખૂબ ચીવટથી ધંધો કરનાર હતા. તેમના પર ગ્રાહકને નિર્ભેળ વિશ્વાસ હોઈ તેઓ ઉત્તરોત્તર વધતા ગયા અને સાથે ધર્મક્રિયામાં અને શાસનસેવામાં પણ વધતા ગયા. કુટુંબના ધાર્મિક સંસ્કાર અને શ્રદ્ધાનું મજબૂત વાતાવરણ તેમને આખા જીવનમાં સહાય કરતું રહ્યું અને તેઓની નિત્ય નૈમિત્તિક ક્રિયા સદૈવ વધતી ચાલી. તેમણે પોતે મધ્યમ કેળવણી લીધેલી હતી, છતાં તેમને કેળવણી તરફ સદ્ભાવ એટલો સમય હતો કે તેમણે અનેક કેળવણી લેનારને પ્રચ્છન્ન તથા પ્રગટ મદદ આપી હતી અને કેળવણી આપનાર કે તેમાં સહાય કરનાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002147
Book TitleSiddharshi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1939
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy