________________
પિતાની આંખો ૬૭ વર્ષ પછી સદાને માટે બંધ કરી. એ વાતને સાત વર્ષો વહી ગયા છતાં તેમને સુવાસ હજુ ચોમેર પ્રસરતો જણાય છે. એમના સુપુત્રો હજુ પણ એને વધારે વિકસાવશે એવાં અનેક ચિહ્નો જણાય છે અને જનસેવાના તથા ધર્મનાં વિશિષ્ટ પરિણામો હજુ અનેક પ્રકારે અને અનેક રીતે જોવાની તમન્ના પૂરી કરવામાં આવશે એમ દેખાય છે.
વ્યવહારુ જીવનમાં અનેક બનાવો ચાલુ આકારમાં બન્યા કરે છે તેની ધ રાખવાની આપણને ટેવ નથી, છતાં જે મળે છે તે પરથી મનુષ્યની અંતરદશા સમજવા પૂરતી તે આપણને સાધનસામગ્રી સાંપડે છે. આ રીતે વિચારતાં શેઠ વાડીલાલ પુનમચંદનું જીવન વ્યવહારુ, ઉચ્ચગ્રાહી, સેવાભાવી અને ધર્મમય હતું એમ વગરશંકાએ કહી શકાય તેમ છે. એવા સાદા જીવનમાં ભલે બનાવોની સંકીર્ણતા ન હોય, ભલે એમાં ચમત્કારના તરંગે ન હેય, ભલે એમાં નાટકીઆ ફેરફાર ન હોય, પણ એમાં રસ છે, એમાં સતિષ છે, એમાં સેવા છે, એમાં સુખ છે, એમાં હૃદય છે, એમાં ભાવના છે અને એમાં વ્યવહારની ચાવીઓ છે. સાદા અને સેવામય તથા ધર્મમય જીવનની બલિહારી છે, એ ચાલુ હોય ત્યારે આનંદ આપે છે, એ હાલતું હોય ત્યારે છાયા આપે છે, એ વિશીર્ણ થઈ જાય ત્યારે દાખલ મૂકી જાય છે. ભાવના અને ધર્મમય, સેવા અને ક્રિયામય જીવનની બલિહારી છે અને તે દષ્ટિએ શેઠ વાડીલાલ પુનમચંદના જીવનની સફળતા છે. એમના આત્માને શાંતિ હો !
છે. ગિ. કાપડિયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org