________________
મારી આસુ ખ છે
સંસ્કૃત સાહિત્યમાં અભિનવ છાપ પાડનાર શ્રી સિદ્ધષિ ગણિની ઉપમિતિભવપ્રપંચા કથાના પીઠબંધનું ગુજરાતી ભાષામાં અવતરણુ “શ્રી જૈન ધર્મ પ્રકાશ માસિકમાં કટકે કટકે સં. ૧૯૫૬ ના જેઠ થી સં. ૧૯૫૯ ના ફાગણ સુધીમાં પૃ. ૧૮૮ માં પ્રકટ થયું છે.
પ્રથમના ત્રણ પ્રસ્તાનું ભાષાવતરણ સંવત ૧૯૭૭ માં પ્રકટ કરવામાં આવ્યું. (પ્રથમ વિભાગ). એ જ પ્રસ્તાવને સુધારી વધારી સં. ૧૯૮૧ માં
એ પ્રથમ વિભાગની બીજી આવૃત્તિ બહાર પાડવામાં આવી. એનાં પૃષ્ઠ ૬૯૨૪૦ મળી કુલ ૭૩ર થયાં.
ચોથા અને પાંચમા પ્રસ્તાવનું ગુજરાતી ભાષામાં અવતરણ કરી સંવત ૧૯૮૦ માં શ્રી જૈન ધર્મ પ્રસારક સભા મારફત બહાર પાડયું. (દ્વિતીય વિભાગ), એના પૃષ્ઠ ૭૬૮+૩૬ મળીને ૮૦૪ થયાં.
અને છઠ્ઠા, સાતમા અને આઠમા પ્રસ્તાવનું ગુજરાતી અવતરણ સદર સંસ્થા મારફત સં. ૧૯૮૨ માં બહાર પાડવામાં આવ્યું. (તૃતીય વિભાગ). તેના પૃષ્ઠ ૬૨૮૪ મળી કુલ ૬૨ પૃષ્ઠ થયાં. આ પ્રમાણે સદર ત્રણે વિભાગ મળી સમુચ્ચય ભાષાવતરણમાં એની આનુષગિક બાબતે સાથે થઈને કુલ પૃષ્ઠ ૨૨૦૮ ને ગ્રંથ થયે.
અવતરણના પ્રથમ વિભાગની પ્રસ્તાવનામાં જણાવ્યું હતું કે “આ ગ્રંથના કત કયારે થયા, એમનું જીવનવૃત્ત કેવું હતું, એમને આદર્શ કેટલે શુદ્ધ હતા, એમણે ગ્રંથકર્તા તરીકે કેટલું બુદ્ધિચાતુર્ય બતાવ્યું હતું, એમને અનુભવ કેટલે સર્વગ્રાહી હતા, એમનું જ્ઞાન કેટલા વિષયમાં વ્યાપી રહેલું હતું અને એમને જનસમાજને અભ્યાસ, માનસશાસ્ત્રની ઊંડાઈએ ઉતરવાની શક્તિ અને ભાષા પરનો કાબૂ કેટલા મજબૂત હતા તે ઉપર એક સવિસ્તર ઉપદ્યાત ત્રીજા ભાગમાં આપવામાં આવશે.”
આ ઈચ્છા ત્રીજો વિભાગ બહાર પાડતી વખતે પૂરી થઈ નહિ. મને કે પ્રકાશયિત્રી સંસ્થાને ખ્યાલ નહેતિ કે ઉપઘાત વિભાગ એક ગ્રંથ જેવડે થઈ જશે. ધારણા કરતાં ગ્રંથનું દળ ઘણું વધી ગયું છે એટલે જેમણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org