________________
૧૦
અગાઉથી તેની કીમતને અંગે આઠ આના વધારે એટલે રૂા. યાા આપેલા છે તેમને તે આ ગ્રંથની કીંમતમાંથી મજરે આપવમાં આવશે, એટલે કે તેમને અઢી રૂપિયે આ ગ્રંથ મળી શકશે.
વિલાયતથી આવ્યા પછી આ ઉદ્ઘાત માટે સાધનો એકઠાં કરવા માંડ્યાં. ગ્રંથની વિશિષ્ટતા બતાવવી હતી, ગ્રંથકારના ચરિત્ર પર ચર્ચા કરવી હતી, શ્રીમાન હરિભદ્રસૂરિ અને ગ્રંથકાર મહાત્માના સમય પર ઉપલબ્ધ સાધતાને ઉપયાગ કરવા હતા, લેખકના સમયમાં જનતાની વ્યાવહારિક, સાંસારિક, આર્થિક, નૈતિક, ધાર્મિક, યુદ્ધવિષયક પરિસ્થિતિ કેવી હતી તેની તપાસ કરવી હતી. તે કરતાં ગ્રંથમાંથી જ ધણાં સાધના મળી આવ્યા. એ સ વિચારણાને એકત્ર કરવામાં અને તેને આકાર આપવામાં લગભગ પાંચ વ નીકળી ગયા. ઉપોદ્ઘાત લગભગ તૈયાર થયા ત્યાં બે વર્ષ જેલમાં જવાનું થયું. આટલે લાંખે ગાળે આ ઉપાદ્ધાત જનતા સમક્ષ મૂકવાનુ અને છે, તેમાં મને તેા આનંદ થાય છે, પણ તે સાથે થયેલ ઢીલ માટે મારે ક્ષમા યાચવાની છે અને તે વગરસાચે માણું છું.
ઉપમિતિ કથાગ્રંથ ખરેખર અદ્ભુત છે. એમાં મહાકથાના સર્વ અંગે છે: એમાં કાવ્ય છે, ચમત્કાર છે, રૂપક છે, ભવ્યતા છે, વિશાળતા છે, સાપેક્ષ ભાવ છે અને એમાં વિમળાલાક અંજન (જ્ઞાન), તત્ત્વપ્રીતિકર જળ (દર્શન ) અને મહાકલ્યાણક ભાજન ( ચારિત્ર ) હાંસી ઠાંસીને ભર્યાં છે, છતાં એને શોધવાં પડે તેમ છે. એ કાંઈ રેખીઅન નાઇટ્સ કે રાખીન્સન ક્રુઝ જેવી કથા નથી કે એ રઘુ, માધ કે કિરાત જેવું કાવ્ય નથી, એ માત્ર રૂપક કથા નથી કે ન્યાયના ગ્રંથ નથી, એ અમુક નથી કે તમુક નથી એમ વધારે કહેવા કરતાં એ સર્વ છે, એમાં સર્વ છે એમ કહેવું વધારે સાચુ છે.
મનુષ્ય સ્વભાવને ઊંડા અભ્યાસ, આંતર અને બાહ્ય જીવનના નાના મેાટા પ્રસંગેાને વણી દેવાની વિશિષ્ટ આવડત અને અસાધારણ પ્રતિભાદ્રારા એ સર્વને વિચારસ્પષ્ટતાપૂવ ક બતાવવાની કળા–આ સ` બાબત આ ગ્રંથના પ્રથમ વિભાગમાં બતાવી છે.
ગ્રંથની મહત્તા સૂચક સાળ ખાખતો મેં તારવી કાઢી છે તે માત્ર દિગ્દર્શન રૂપે છે. વિશેષ અભ્યાસી એમાં ઘણા વધારા કરી શકે તેમ છે. એમના ગ્રંથને મહાકથા ગણવાનાં કારણેા, એમાં રહેલુ કાવ્યત્વ અને લેખકની શાસ્ત્રશૈલીને અનુસરવાની વિશિષ્ટ ભાવનાને સફળ બનાવવાની રોચક પદ્ધતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org