________________
પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. નાની બાબતને અત્ર નિર્દેશ કરવા જતાં તે ઉપધાતને ઉપઘાત થઈ જાય. સૂળ વાત એ છે કે આ અભિનવ ગ્રંથ સામાન્ય વાંચનને યોગ્ય નથી. એમાં રહસ્ય છે તે વાંચતા વાંચતાં ખૂલતું જશે. રૂપક કથાકાર તરીકે શ્રી સિદ્ધર્ષિ મહારાજનું સમસ્ત સંસ્કૃત સાહિત્ય-જન અને જૈનેતર-માં અનેરું સ્થાન છે એ બતાવવા પ્રયત્ન કર્યો છે. વાર્તા અને તત્વજ્ઞાનને વણવાની તેમની કળા અસાધારણ છે એ વાતની ચોખવટ કરી છે. (પૃ. ૧૭ થી ૧૦૧)
ગ્રંથની ભાષા અને શૈલી એ પણ એટલા જ મહત્ત્વનો વિષય છે. ગ્રંથવિચારણું કે ચર્ચામાં રેલી અગત્યનું સ્થાન ભોગવે છે. તેમને સંસ્કૃત ભાષા પર કાબૂ અસાધારણ હવા સાથે તેઓ શબ્દની પસંદગીમાં ભારે પ્રભાવ બતાવી શકયા છે અને તેઓએ ભાષાની સાદાઈ સાથે ઉચ્ચતા સ્વીકારવામાં અદ્ભુત નિપુણતા દાખવી છે-એ ગ્રંથવિચારણને અંગે બીજે અગત્યને વિભાગ છે (પૃ. ૧૦૨ થી ૧૪૧)
ગ્રંથમનનમાં અનેક વિષયનું જ્ઞાન પ્રાપ્ત થાય છે એ લેખકની જ્ઞાનવિવિધતા છે અને એ દ્વારા એમણે ગ્રંથને અતિ ઉચ્ચકોટિએ મૂક્યો છે. ધર્મશાસ્ત્રઆગમજ્ઞાન ઉપરાંત તેમણે નિમિત્તજ્ઞાન કે તિષ ને વૈદક જેવા વિષયને પણ છેડ્યા નથી, જ્ઞાનમય વિનદના પ્રસંગને બહલાવ્યા છે અને વ્યાપાર, લન તેમજ રાજનીતિ કે યુદ્ધનીતિ પણ પ્રસંગે વણી દીધેલ છે. માનસવિદ્યા (Psychology) તે તેમને ખાસ ઘરને જ વિષય જણાય છે. આ રીતે ગ્રંથચર્ચાના ત્રીજા વિભાગમાં ગ્રંથમાં બતાવેલ વિવિધ વિષયના અસાધારણ જ્ઞાનની ચર્ચા કરી છે (પૃ. ૧૪૨ થી ૨૨૫). આ રીતે શરૂઆતગ્રંથ સંબંધી વિચારણું આ ઉપઘાતમાં કરી છે.
ગ્રંથકાર તરીકે શ્રી સિદ્ધષિ કેવા ફતેહમંદ થયા છે તેનું સ્પષ્ટ દર્શન કરાવવા તેઓ લેખક અને કળાકાર કઈ નજરે હતા તે પર ચોથો વિભાગ લખે છે. એ ભાગ ગ્રંથને પણ લાગે છે અને ગ્રંથકારને પણ લાગે છે. એક રીતે ગ્રંથ અને ગ્રંથકાર વચ્ચે કાર્યકારણભાવ હોઈ ગ્રંથ અને ગ્રંથકાર સંબંધી સર્વ બાબતે એક બીજાને લાગે છે એમ માનવામાં કાંઈ પણ વાંધો નથી. પાત્રોનાં નામે યોજવામાં કળા, એને ચિતરવામાં કળા, એ જાણે આપણું આંખ સમુખ ખડાં થતાં હોય એવું એનું શબ્દચિત્ર, એને પ્રાગતિક ક્રમશઃ વિકાસ અને પાત્રને યથાવસર બહાર લાવવાની કળામાં લેખકે કમાલ કરી છે. એમનાં ગ્રંથ પ્રસંગનાં સ્થળો અને નામોની પસંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org