________________
નવીન કલીને બચાવ.] જ્યારે એ સિદ્ધ વ્યવસ્થાને મૂકી દેવામાં આવે છે ત્યારે માર ખાધો છે એમ આપણે ઈતિહાસ બતાવે છે. આચારના મતભેદ દુરાગ્રહનું રૂપ લે ત્યારે યાદવાસ્થળીનાં કારણ બને છે, પણ ઈરાદાપૂર્વક વિશેષ કારણ વગર માર્ગ પતિત થવામાં એક વાર રસ્તો ચૂક્યા પછી કયાં અટકશે તે જણાતું નથી. એ આખો શાસનપદ્ધતિનો મહાપ્રશ્ન છે અને આ ગ્રંથના લેખક શ્રીસિદ્ધષિને તો એ ગુંચવણ ઘણું આકરી લાગે છે એટલે એમણે તે ગ્રંથની શરૂઆતમાં જ ખુલાસો કરી દીધો છે.
એમને ચારિત્રરાજ અને મહરાજનાં યુદ્ધો વર્ણવવાં હતાં, એમને સંતોષ અને ધનલાભનાં સ્વરૂપો ચીતરવાં હતાં, એમને મહારંભ અને મહાપરિગ્રહની કુટિલતા બતાવવી હતી, એમને રાગ અને દ્વેષની પાથરેલી આખી જાળ બતાવવાની હતી, એમને ક્રોધ, માન, માયાનો ક્રમિક વિકાસ અને સંયમપૂર્વક તેનો વિનાશ કઈ પદ્ધતિએ થાય તે બતાવવું હતું. એને આખા સંસારનું નાટક પ્રત્યક્ષ બતાવવું હતું એટલે એમણે તો શરૂઆતમાં કહી દીધું કે :
આ કથામાં અંતરંગ લોકેાનાં જ્ઞાન, અરસ્પરસ બોલચાલ, ગમન, આગમન, વિવાહ, સગપણ વિગેરે સર્વ લોકસ્થિતિ કહેવામાં આવી છે તેને કોઈપણ પ્રકારે ગેરવ્યાજબી ન ધારવી; કારણ કે ગુણાન્તરની અપેક્ષા રાખીને ઉપમાદ્વારથી બંધ કરાવવા માટે તેનું નિવેદન કરવામાં આવ્યું છે. એનું કારણ એ છે કે પ્રત્યક્ષથી કે અનુભવથી જે સિદ્ધ થતું હોય અને યુક્તિથી જેમાં કોઈપણ પ્રકારને દોષ આવતો ન હોય તે સત્કલ્પિત ઉપમાન કહેવાય છે અને શ્રીસિદ્ધાન્તમાં પણ એવા ઉપમાને પ્રાપ્ત થાય છે, એને ઉપયોગ થતો જોવામાં આવે છે. ” (પૃ. ૧૧) એમને અંદરનાં રાગદ્વેષ તથા ચારિત્ર અને ત્યાગ વિગેરેને બેલતાં કરવા હતા અને તેટલા માટે તેમણે કહ્યું કે ઉપમાનની પદ્ધતિ આપણામાં તે પૂર્વ કાળથી ચાલી આવે છે. એના એમણે ચાર દાખલાઓ મૂક્યા છે. ૧ શ્રી આવશ્યક સૂત્રમાં મગશેળીઆ પાષાણ અને પુષ્પરાવર્ત
વરસાદની હરીફાઈ બતાવવામાં આવી છે. ૨ શ્રી આવશ્યક સૂત્રમાં ક્રોધમાનાદિને સર્પાકારે જીવતા કર્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org