________________
ઉપમાનની મૌલિક પતિ. ]
૪૧
હુકમ પ્રમાણે વર્તવાની છૂટ વિશિષ્ટ અધિકારીને જ મળે છે. અને એ અધિકાર પ્રાપ્ત થયા પછી એનામાં મૌલિકતા આવ છે. એ પેાતાના માર્ગ શોધે છે અને સંદેહ પડે ત્યારે એકાંતમાં એસી ‘ સત્બુદ્ધિ ' સાથે કલાકા સુધી વાતા કરે છે અને એને અંદરથી જવાબ મળે છે. એ જવાખમાં ઘણી વાર માલિકતા હાય છે, નવીનતા હાય છે, વિશિષ્ટતા હાય છે, અને છતાં એ જવામ મૂળ મા`થી વિભિન્ન હેાવા છતાં તેને અનુરૂપ હેાય છે. બુદ્ધિને અમુક પ્રકારના ઝોક મળી ગયા પછી એમાં સદશ આવી જાય છે અને ત્યારપછી એની પદ્ધતિ માલિક નહાય તા પણ એ મૂળ માથી દૂર જતી નથી.
આવી સબુદ્ધિ પ્રાપ્ત કરનાર આ ગ્રંથના લેખકને જ્ઞાન, દર્શીન, ચારિત્ર મોટા પાયા ઉપર અન્યને ઉપકાર બુદ્ધિએ આપવાના વિચાર થયા એટલે એણે સબુદ્ધિ સાથે વિચારણાઓ કરી. પ્રથમ એમણે જે આવે તેને રત્નત્રય આપવા વિચાર કર્યા, એમાં એ ન ફાવ્યે ( પૃ. ૨૧૦ ), એણે ઘેર ઘેર ભટકી આપવા માંડ્યુ. પણ એનાં અંજન, જળ અને અન્ન કૈાઇએ લીધાં નહિ ( પૃ. ૨૧૧) એટલે વળી એણે સત્બુદ્ધિ સાથે વિચારણા કરી, એના અગાઉના રખડુપણાના ભાવ યાદ કરીને કેાઈ એનાં રત્નત્રય લેતા નથી એ એને સમજાઈ ગયું, પણ એને તા દાન આપવાને તરવરાટ લાગ્યા હતા. સદ્ગુદ્ધિએ એને બુદ્ધિ સૂઝાડી કે એક ગ્રંથના આકારમાં જ્ઞેય, શ્રદ્ધેય અને અનુષ્ઠેય અર્થની ચૈાજના કરવી અને પછી સદર ગ્રંથને જૈન શાસનમાં ભવ્ય જીવા સમક્ષ ખુલ્લા મૂકી દેવા. ( પૃ. ૨૧૩ ) એ પ્રમાણે કરવાથી તેમાં રહેલાં જ્ઞાનાદિ સર્વ જીવાને ગ્રહણ કરવા યેાગ્ય થશે.
આ વિશાળ ભાવના ઉપર તેમણે ખૂબ વિચાર કર્યો જણાય છે. કથાનુયાગની ઉપયેાગિતા તા તેમને ધર્મ આધકર(શ્રીહરિભદ્રસૂરિ)ના ગ્રંથથી જણાઇ હતી; પણ એમને તેા તે ગ્રંથમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર ઠાંસી ઠાંસીને ભરવાં હતાં અને સાથે તેમને ખ્યાલ હતા કે કાઇ નવીનતા થાય તે લેાકેા તેમના ગ્રંથ વાંચે અને તે દ્વારા તેઓ ઉપકારના નિમિત્ત કારણુ અને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org