________________
ઉપમાનની મૌલિક પદ્ધતિ. ]
૩૯ આ હકીકતની સ્પષ્ટ સિદ્ધિ માટે પૃ. ૧૮૭ માં તયાના વ્યવસાયો કેટલા બધા છે તે પ્રથમ વિચારવું. ત્યાં કહેવામાં આવ્યું છે કે –
આ પ્રાણીમાં વધારે ઉજજવળ પરિણામ ન હોવાને લીધે જ્યારે ગુરુમહારાજ તને પ્રેરણ કરે છે ત્યારે જ માત્ર તે પિતાનું ખરું હિત કરનારી બાબતમાં પ્રવૃત્તિ કરે છે, પરંતુ જેવી ગુરુમહારાજની પ્રેરણું બંધ થાય છે અથવા ગુરુમહારાજને જોગ બનતું નથી કે તરતજ પિતાનું વાસ્તવિક કર્તવ્ય કરવામાં આ પ્રાણી શિથિળ થઈ જાય છે અને પાછા આરંભ-પરિગ્રહની જ જાળમાં પડી જાય છે. જેવી રીતે વારંવાર પ્રેરણ કરીને ગુરુમહારાજ આ જીવને શુદ્ધ માર્ગ પર લઈ આવે છે તેવી રીતે પ્રેરણા કરીને ઠેકાણે લાવવાના બીજા અનેક જીવો હોય છે. સર્વ પ્રાણુઓ ઉપર કૃપા કરવાની બાબતમાં તત્પર રહેલા ગુરુમહારાજા તો કઈ કઈ વખત જે જીવના સંબંધમાં હાલ વાત ચાલે છે તેને પ્રેરણા કરી શકે છે, પણ બાકીના વખતમાં આ જીવ છૂટ રહેતો હોવાથી તેને કોઈ વારતું નથી. ”
ત્યારપછી ગુરુમહારાજ આ જીવની સાથે સદબુદ્ધિ નામની પરિચારિકા કરી આપે છે. એ પ્રસંગે પૃ. ૧૯૦ માં આ જીવ ગુરુમહારાજ પાસે એકરારે (Confessions) કરે છે અને પછી ગુરુમહારાજ તેને (પૃ. ૧૯૧) કહે છે કે –
“ભદ્ર! બીજા નિવારણ કરે તેથી અને તેના પર વિશ્વાસથી અકાર્ય વર્જવાનું અને તે તે માત્ર કઈ કઈ વાર જ બની આવે છે... અને અનેક પ્રાણીઓ ઉપર ઉપકાર કરવાનો હોય છે, તેઓને ઉપદેશ આપવાનું હોય છે અને તેઓને યેગ્ય રીતે સમજાવવાના હોય છે તેથી તારી પાસે આખો વખત રહીને દરેક બાબતમાં તેને નિવારણ કરવાનું અમારાથી બની શકે નહિ. આ પ્રમાણે હેવાથી જ્યાં સુધી તારી પોતાની બુદ્ધિ જાગ્રત થાય નહિ ત્યાં સુધી તારા આચરણેનું નિવારણ કરવાનું બની શકશે નહીં અને તને જે ન કરવાનો ઉપદેશ આપીએ છીએ તેવા આચરણ ઉપર તારી આસક્તિ હોવાને લીધે તેનાથી થતી અનર્થ પરંપરા રેકી શકાશે નહિ. બુદ્ધિ જ એક એવી વસ્તુ છે કે જે અન્ય તરફની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org