________________
ઉપમાનની મૌલિક પદ્ધતિ. ] કથા બહુ ગમે છે, મધ્યમ વર્ગના લોકોને કામકથા પસંદ આવે છે અને માત્ર ઉત્તમ વર્ગના લેકેને જ એકલી ધર્મકથા રુચે છે. એમને તો સર્વ પ્રકારના અધિકારીને ઉપયોગી થાય તેવો ગ્રંથ બનાવવો હતો, કારણ કે ધર્મકથાના ગ્રંથો તે મોજુદ હતા અને તે માટેના ઉપદેશકે પણ મોટી સંખ્યામાં હતા. આટલા ઉપરથી તેમણે “સંકીર્ણ કથા ”ની પદ્ધતિ સ્વીકારી. સંકીર્ણ કથા શી છે તે આપણે ઉપર જોઈ ગયા. તેમના શબ્દોમાં કહીએ તે “જેઓ આ લેક અને પરલેક બનેની અપેક્ષાવાળા છે અને કાંઈક સત્ત્વવાળા (તેજી) હોય છે તેઓ સંકીર્ણ કથા સાંભળવા ઈચ્છા રાખે છે. તેવા પ્રાણુઓને “વર મધ્યમ” મનુષ્ય ગણવા.” (પૃષ્ઠ. ૬) આ વિશાળ ઘટનાની ભીતરમાં તેમણે આખા મનુષ્ય સમાજનો સમાવેશ બહુ યુક્તિપૂર્વક કર્યો છે.
આખા મનુષ્ય વર્ગને રસ પડે તેવી થા લખવી એ તેમને આશય હતો છતાં તે કથામાં માત્ર વાર્તા લખવી એવો ખ્યાલ નહોતે, પણ તેમાં તેમને દ્રવ્યાનુગ અને ચરણકરણાનુયેગને અવાંતર સમાવેશ કરવો હતો. ધર્મસૂત્રના પ્રત્યેક અંગમાં ચારે અનુયોગને સમાવેશ કરવામાં આવ્યો છે, એવી પ્રાચીન પદ્ધતિ તેમણે જાણ હતી, પણ એ સૂત્ર સિદ્ધાન્તની પદ્ધતિ તે પૂર્વને કાળ વીસરાળ થતાં તેની સાથે જ નાબૂદ થઈ ગઈ હતી. એમણે એટલા ઉપરથી કથાની મુખ્યતા રાખવી અને કથામાં જ બીજા બને ઉપયોગી અનુગને સમાવેશ કરવો એ વિચાર કર્યો.
આ વાત લગભગ તદ્દન નવીન હતી. જેટલી કથાઓ લખાતી હતી તેમાં એક મૂળ મુદ્દો ઊભું રહે અને તેના સમર્થનમાં આખી વાર્તા થાય. સ્થૂળભદ્ર મુનિની કથા વાંચીએ તો તેમાં “બ્રહ્મચર્યને મહિમા સમજાય, શ્રેયાંસકુમારની કથા વાંચીએ તો તેમાં “દાનને મહિમા બહાર આવે, તેવી જ રીતે ગજસુકુમાળમાં “ધેય, ” મૃગાપુત્રમાં “કર્મને વિપાક,” શ્રીપાળમાં “સિદ્ધચકને મહિમા” આદિ એક મહાન સત્ય પ્રકટ થાય. એમણે એ પદ્ધતિ જોઈ હતી, વિચારી હતી, પણ એમને એવી કથાદ્વારા લોકોમાં કથાનુયોગ તરફ
૧ પૃષ્ઠ ૬(ભાષાંતર)માં આપેલ શ્રોતાના પ્રકારનો આશય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org