________________
૩૬
[ શ્રી સિહર્ષિ ઉપઘાત : જોઈએ, પ્રમાણિક જીવન ગાળવું જોઈએ, અહિંસામય જીવન કરવું જોઈએ, ક્રોધ કર નહિ, અભિમાન કરવું નહિ–આવી આવી વાતો લકા ચાલુ ઉપદેશમાં સાંભળે છે, પણ એક કાને સાંભળીને બીજે કાનેથી કાઢી નાખે છે, માટે કઈ નવીન પદ્ધતિને આદર થાય તે લેકે તે વાતે રસથી સાંભળે અને સમાજ ઉપયેગી કાર્ય કરીને તે દ્વારા લોકોને જ્ઞાન, દર્શન, ચારિત્રને અભ્યાસ કરાવાય તે તેથી પોતાને પણ વિચારની ગોઠવણ કરવા દ્વારા સારે ક્ષયેશમ થાય અને એ ક્ષયે પશમ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને મોહનીય કર્મના ઉદયને મંદ કરવાથી પિતાને ભવાંતરમાં એ રત્નત્રયી ખૂબ મળ્યા કરે. આ રીતે સ્વાર્થ અને પરમાર્થ વચ્ચે હળા ખાતું એ મહાપુરુષનું મન (એમના પિતાના શબ્દોમાં કહીએ તે “સબુદ્ધિ”) વિચાર કરવા બેઠું. (બેઠી.)
બહુ બહુ વિચાર કરતાં એમને અમુક પ્રકારને ભાસ થયેલ હોય એમ જણાય છે. તેમણે ચરણકરણનુગ અને દ્રવ્યાનુયોગનું મિશ્રણ થાય તેવી કથા કરવાનો વિચાર કર્યો. કથાનુગ સામાન્ય અને મધ્યમ પ્રવાહના માણસને વધારે આકર્ષણ કરે છે તેને તો તેમને ખરેખર
ખ્યાલ હતો અને તેમની સામે શ્રીમદ્દ હરિભદ્રસૂરિની “સમરાઈચ કહા ” દષ્ટાંતરૂપે મેજુદ હતી. એટલે એમણે ત્રણે અનુયેગને એકઠા કરવાને હિસાબે કથાનુયોગનો આશ્રય લેવાને વિચાર કર્યો. એ સર્વ હકીક્ત પ્રથમ પ્રસ્તાવ વાંચતાં મન ઉપર અસરકારક રીતે જામે છે. માત્ર એમાં અંદરને આશય તારવી કાઢ જોઈએ. ૬ ઉપમાનની માલિક પદ્ધતિ
કથાનુયોગને આશ્રય કરવાને નિર્ણય થયા પછી તેમણે સર્વ પ્રકારના અધિકારીને ઉપયોગી થાય એવો ગ્રંથ કરવાનો વિચાર ક્ય જણાય છે. એમને જણાયું કે કનિષ્ઠ વર્ગના લોકેને અર્થ
૧ આ સર્વ મારાં અનુમાનો છે. માનસવિદ્યાના નિયમાનુસાર આ મારી કલ્પનાઓ છે. “એમને જણાયું' એ પદ્ધતિએ લખ્યું છે ત્યાં
એમને જણાયું હોવું જોઈએ' એમ લખવું વધારે સમીચીન ગણાય, - પણ એમાં સંકલના તૂટે છે એટલે અનુમાનને અનુમાન તરીકે સમજી લેવાની વાચનાર પ્રત્યે વિજ્ઞપ્તિ છે–લેખક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org