________________
૩૫
કથાનુગને આરાય. ] ધર્મ બેધકર પણ વખત જોઈ જરા ઉપર ઉપરને ક્રોધ કરે છે પણ આ ભાઈશ્રી તેવીશમાં પ્રકરણમાં પિતાની વાત છોડતો નથી.
ઉપદેશકની શાંતિને પણ ધન્ય છે! એ ઉપદેશ આપવાની પદ્ધતિ–પ્રયાસ ઉપર આખું ચોવીશમું પ્રકરણ લખાયું છે. (પૃ. ૧૬૦) પ્રસંગે અહીં એટલું લખી નાખવું ચગ્ય છે કે એમાં એક વાત બહુ જબરી કહી દીધી છે અને તે સમાજ કે દેશના કાર્ય કરનારાએ વારંવાર ધ્યાનમાં રાખવા જેવી છે. એ વાત એ છે કે કે મહાન કામ હાથમાં લેવું ત્યારે સાધ્ય ભવ્ય રાખવું અને પછી પરિણામની પૃહા રાખ્યા વગર તેમાં ઝંપલાવવું. એમાં જે ધારેલ કામ થઈ આવે તો તે કરનારને અપાર–અનવધિ આનંદ થાય છે અને કદાચ સિદ્ધિ ન થાય તે પણ એક બહાદુર માણસને છાજે તેવું કાર્ય કરવાને એને સંતોષ થાય છે. મહાતમર્શમાત્ય ચો વિધરે परिश्रमम् । तत्सिद्धौ तस्य तोषः स्यादसिद्धो वीरचेष्ठितम् (पृ. ૧૬૧) આ સૂત્ર બહુ સારી રીતે યાદ રાખવા જેવું છે, પ્રેરક છે, ભવ્ય છે. શ્રીભગવદ્દગીતામાં જર્મથેવાય તે મા રજુ વેવાર એને અને આને ભાવ એક જ આવી શકે, પણ એમાં મુદ્દામ પ્રશ્નને હાથ ધરવાની પદ્ધતિમાં ઘણે મુદ્દાસરને ફેર છે. આ પ્રાસંગિક વાત છે.
ધર્મબંધકર એના પ્રયાસમાં પાછા હઠ્યા નહિ અને એને વધારે પ્રતીતિ કરવા માટે વધારે પ્રયત્ન કરે ચાલુ રાખ્યો, પણ આ પ્રાણું મક્કમ રહ્યો. એની શરત એ હતી કે પિતાનું ઠીકરું રહે અને સાથે ધર્મબોધકરનું ભોજન પણ પિતે લે. (પૃ. ૧૬૫). એની ખરી ખૂબી ૨૯ માં પ્રકરણમાં આવે છે. ત્યાં તે (નિપુશ્યક) ખુલ્લી કબુલાત કરે છે કે આખા ભાષણ દરમ્યાન તેનું મન તે અન્યત્ર ભટકતું હતું અને તેથી હકીક્ત એક કાનેથી પસી બીજે કાને નીકળી જતી હતી. આવા પ્રકારનું નિરસ અને નિષ્ફળ સંભાષણ ન થઈ જાય તે લેખકની મુખ્ય ચિંતાનો વિષય હતો. મનુષ્યસ્વભાવને આટલે ઊંડે અભ્યાસ અન્યત્ર ભાગ્યેજ જોવામાં આવશે. બહ બારીક અભ્યાસને પરિણામે એમને આખા ભવપ્રપંચની બાબત કેઈ નવીન પદ્ધતિએ ઉપાડવાની–સમજાવવાની–સ્પષ્ટ કરવાની જરૂર લાગી. એમને વિચાર કરતાં જણાયું કે સત્ય બોલવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org