________________
[ શ્રી સિહર્ષિ : ઉઘાત ! વિસ્તારથી વાંચતાં એમને મનુષ્યસ્વભાવને એની વર્તમાન દશામાં કેવા વિપર્યાસ થઈ ગયેલ છે તેને બારીક અભ્યાસ ચાખે જણાઈ આવે છે.
પ્રથમ પ્રસ્તાવના ચિદમા અંતર પ્રકરણમાં તયા એને જળ અંજનાદિ આપે છે ત્યારે ઊલટી એના મનમાં આશંકા આવે છે. (પૃ. ૧૨૧) એને મનમાં એમ થાય છે કે એ રીતે ધર્મબોધકર એના ડાંકરાને લઈ લેવાની જાળ પાથરી રહ્યા છે. તદ્યા જેમ જેમ વધારે આગ્રહથી એને ભેજન આપે છે તેમ તેમ એની અંતર અદશામાં વધારો થતો જાય છે, એના હેમને એની નજરમાં વધારે પુષ્ટિ મળે છે ( પૃ. ૧૨૩ ). એને તે એમ જ થાય છે કે “ અહીં આવી ભરાણો શું પણ હવે નાસી છૂટાય કેમ?” પછી મહાદયાના સમુદ્ર ધર્મબોધકરે એની ઈચછા નહોતી છતાં એના પર આંજણને પ્રયોગ કર્યો, કાંઈક જળ પાયું અને ભેજન ખવરાવ્યું. એ વખતે એ જે આઠ ઉત્તરે આપે છે (પૃ. ૧૩૩) તે ખરેખર સંસારરસીઓના પ્રતિરૂપક છે. એ જ્ઞાનદર્શનના કાળવ્યયને કે ગણે છે તે વિચારવું, છતાં અંજનપ્રગથી એના પર જરા સારી અસર થાય છે એટલે એ અવારનવાર ગુરુ પાસે આવે છે. ગુરુ
જ્યારે વાર્તા દરમ્યાન અર્થની વાત કરે છે ત્યારે તે એને બહુ ગમે છે (પૃ. ૧૩૭ ) તેવી જ રીતે જ્યારે કામની વાત કરે છે ત્યારે એ મહારાજને ધન્યવાદ આપે છે (પૃ. ૧૪૦) અને દરરોજ આવી વાત કરવા વિજ્ઞપ્તિ કરે છે, પણ પછી જ્યાં ધર્મ પુરુષાર્થની વાત ચાલી (પૃ. ૧૪૧), મનુષ્યજાતિના ઉચ્ચનીચ તફાવતની વિચારણાઓ પર વિવેચન થયાં, એ તફાવતનાં કારણે પર મુદ્દામ વિચારે બતાવાયા (પૃ. ૧૪૩) અને ધર્મસર્વસ્વની ભાવનાની રેલમછેલ ચાલી ત્યાં આ ભાઈશ્રીની વૃત્તિ બદલાવા માંડે છે; છતાં એ સવાલો પૂછયા કરે છે અને બહુ ધ્યાન આપ્યા વગર આખું ધર્મનું તત્ત્વજ્ઞાન, સમ્યગ્દર્શનનું સ્વરૂપ સાંભળે છે. એને એથી સહજ શાંતિ થાય છે, પણ બાવીશમાં પ્રકરણમાં (પૃ. ૧૫૩ ) સ્પષ્ટ જણાય છે કે એને હજુ પણ અંદરની ઊંડી બીક ગઈ નથી અને હવે એને કાંઈક સન્મુખ વૃત્તિ થઈ છે પણ પોતાનું રાખીને કાંઈક બની આવે તે ધર્મબોધકર કહે તેમ કરવું છે. પછી બાવીશમાં પ્રકરણમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org