SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ કથાનુયોગના આશય. ] શકત, એકથી ઘણી વધારે સંખ્યામાં આપી શકત; પણુ એ તેમના મુદ્દો જ નહાતા. એમને તા પરોપકાર કરવા હતા અને તે દ્વારા પણ પાછો પાતાના પરમ સ્વાર્થ સાધવા હતા. ગ્રંથકર્તાને ગ્રંથમાં અપૂર્વતા જરૂર લાવવી હતી, કારણ કે તેને જણાયું હતુ કે ‘ મદતર મનવાળા ` મનુષ્યેા જ તેના ઉપદેશ સાંભળતા હતા અને મહામતિવાળાને તા આ લેખકના ઉપદેશ હસવાનુ સ્થાન થઇ પડ્યો હતા. અહીં ગ્રંથકર્તા પાતાની જાતને અને પેાતાના ઉપદેશને એકઠા કરી નાખી પાતાની જાતને હસવા યેાગ્ય ગણાવે છે ત્યારે વાંચનારને એક જાતના શાંત મીઠા આનંદ થાય છે અને ગ્રંથકર્તાનું અલ્પતા બતાવવાનુ ચાતુર્ય જોઇ તેના તરફ વધારે આકર્ષીણ થાય છે. ( પૃ. ૨૧૩ ) પણ એ આત્મમંથનમાં કાઇ અપૂર્વ રચના કરવાનું અને તે દ્વારા વાંચનાર કે શ્રવણુ કરનારને પાતા તરફ આણુ કરવાનું આંતર કાર્ય બરા ચાલી રહ્યું છે એ સામાન્ય વાંચનાર પણ સમજી શકે તેવું છે. 33 ગ્રંથમાં શ્રોતાને ઉદ્દેશીને જ શબ્દો આવે છે તેનું કારણ એ જણાય છે કે તે વખતે વાંચનારને વર્ગ આછો હતો, સાંભળનારના વર્ગ માટેા હતા. એ ત વખતની દેશસ્થિાતની હકીકત પણ ધ્યાનમા રાખવા જેવી છે. અપૂર્વ ગ્રંથરચના કરવાની અને છતાં શાસ્ત્રસંપ્રદાયની પદ્મતિને નહિં ત્યજવાની અતિ આકરી પ્રતિજ્ઞા કરવી સહેલી છે, પણ એના નિર્વાહ દુ:શકય છે; કારણ કે અપૂર્ણતામાં નવીનતા છે અને નવીનતા સાંપ્રદાયિક હાઇ શકે નિહ. એટલે ગ્રંથકત્તાએ અર્વ માલિકતાના બચાવ કેવી સુંદર રીતે કર્યા છે તે આપણું આગળ હમણા જ જોશું. એમની નવીનતા કઇ હતી તે અને તેના બચાવ ( સાંપ્રદાયિક નજરે ) તેમણે કેવા કર્યા છે તે આપણે જોઇએ લેખક મહાત્માને બરાબર ખ્યાલ જણાય છે કે આ પ્રાણીન ઉપદેશ આપવાની તે સમયે ચાલતી ચાલુ પદ્ધતિ પુરતુ કામ કર નારી થઈ પડે તેવા સંભવ નથી. માનસાવદ્યાના એ મહાઅભ્યાસીએ એ વાત પેાતાને અંગે જ પ્રથમ પ્રસ્તાવમાં કડી નાખી છેં તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002147
Book TitleSiddharshi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1939
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy