________________
૩૦
[ શ્રી સિદ્ધર્ષિ ઃઃ ઉદ્દઘાત ઉપમા એ શી ચીજ છે તે જાણવાની જરૂર છે. ઉપમામાં હમેશાં સરખામણી હોય છે. જ્યાં બે વસ્તુઓમાં સામ્ય દેખવામાં આવે ત્યાં સરખામણી દ્વારા વસ્તુનું કે ભાવનું જ્ઞાન કરાવાય તે ઉપમા છે. દા. ત. આકાશ જે તે પદાર્થ વિશાળ છે. આમાં વિશાળતાનું ભાન આકાશ સાથે સરખામણું કરવાથી થાય છે. જે વસ્તુનું ભાન કરાવવું હોય તેને “ઉપમેય ” કહેવામાં આવે છે અને જે વસ્તુ સાથે સરખામણી કરવાની હોય તેને “ઉપમાન” કહેવામાં આવે છે.
સંસારને વિસ્તાર આપણે દરજ જોઈએ છીએ છતાં આપણે તેને બરાબર યથાસ્વરૂપે અવલોકી શકતા નથી, આપણે તેમાં ઊંડા ઉતરતા નથી અને દરરોજના એના અતિ પરિચયથી આપણે એની સાથે એવા ગાઢ સંબંધ ધરાવી બેઠા છીએ કે એનું ખરું રહસ્ય શું છે તે જાણવાની આપણે દરકાર કરતા નથી. આ વાત મનુષ્યના મેટા ભાગને બરાબર લાગુ પડે છે. એ સંસારનો વિસ્તાર ઉપમાનદ્વારા જણાવવાને આ ગ્રંથકર્તાને આશય છે. એમાં ભવપ્રપંચ ઉપમેય છે અને કથા કહેવામાં આવશે તેનાં પાત્રો અને સ્થાને ઉપમાન સ્થાને છે. આ પ્રમાણે હકીકત હોવાથી આ ગ્રંથને allegory રૂપકકથા કહેવામાં આવી છે. એમાં કથાદ્વારા સંસારને પ્રપંચ વિસ્તારથી કહેવામાં આવશે એ ગ્રંથકર્તાએ નામ ઉપરથી કરેલી પ્રતિજ્ઞા અથવા સૂચવન છે.
કથાદ્વારા સંસારવિસ્તાર બતાવવાનો હેતુ સ્પષ્ટ છે. ખાલી લુખી વાત કરવામાં આવે, ઇંદ્રિયોનાં નામ કે કોપાયમાન માયાનું સ્વરૂપ કહેવામાં આવે તે લોકોને એ વધારે અસરકારક નીવડતું નથી, કારણ કે એવી વૈરાગ્યની વાત છે તે ઘણી વાર સાંભળ્યા કરતા હોય છે. કેઈનવીન પદ્ધતિએ લેક પાસે વાત કરાય છે તેઓ ખરી વસ્તુસ્થિતિ સમજે એવું આત્મમંથન ગ્રંથકર્તાને થયું તેવું જોઈએ. તેમણે ચારે તરફ અવલોકન કરીને જોયું ત્યારે તેમને જણાયું હશે કે ચેતરફ ચારિત્રરાજની અને મહરાજાની લડાઈ દરરોજ ચાલ્યા કરે છે, વ્યક્તિગત શક્તિના આવિર્ભાવ પ્રમાણે બેમાંથી એક પક્ષની ઓછીવતી હારજીત થાય છે અને કર્મરાજ કાળ પરિપકવ થયે કઈ જાતની દયા વગર શુભ અશુભ વિપાકે ભેગવાવે છે અને અચિંત્ય શક્તિવાળા આત્માની તે એવી દશા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org