________________
૨૧
[ શ્રી સિદ્ધર્ષિં :: પાપાત ઃ
છે અથવા નવલકથા( નાવલ )ના આકાર ધારણ કરે છે, પણ નવલ– કથા કે અદ્ભુત કથામાં વાતના પ્રવાહ ચાલ્યા જાય છે ત્યારે રૂપક કથામાં તે ભાવ માત્ર આગ ંતુક હાય છે, પણ પ્રત્યેક વાકયમાં અને કેટલીક વાર તા અના પ્રત્યેક શબ્દમાં ચમત્કાર ભરેલા હેાય છે. અને કાઇ કાઇ વાર તા તે એટલેા ઊંડા હાય છે કે પ્રથમ વખતના વાચનમાં વાર્તાના રસપ્રવાહમાં ઘસડાઈ જતાં એ પર ધ્યાન પણ રહેતુ નથી અને જ્યારે આખી વાત વહેંચાઇ રહે છે ત્યારે જ એના ખ્યાલ આવે છે, પણ પછી અનુ બીજી વાર વાંચન થાય ત્યારે એમાંથી રસના ઊંડા પ્રવાહ છલકાતા ઉછળે છે અને ત્યારપછીના પ્રત્યેક વાંચનમાં એ નવું નવું નહિ કલ્પેલું સત્ય રહસ્ય બતાવતી જાય છે. પ્રત્યેક વાચનમાં નૂતનતા અને વધારે વિચારણામાં અધિકતર માધુર્ય એ રૂપકકથાની મહાસિદ્ધિ છે. અસાધારણ શક્તિકળા અને સર્જકશક્તિ વગર રૂપકકથા લખવાનું કાર્ય કાઇપણ લેખક સફળ રીતે હાથ ધરી શકતા નથી. સાધારણ આખ્યાયિકા કે નવલ નવલિકા લખનાર પણ રૂપકકથા લખવાના અધિકારી હેાય એમ ધારવા જેવું નથી. પોતાના વિષય પર અસાધારણ કાબૂ અને લેખનશક્તિ પર મહાવિજય પ્રાપ્ત કરનાર કાઇ વિરલ લેખક જ રૂપકકથા મેટા સ્વરૂપે લખી શકે છે એ આપણે આગળ જોશું. ૪ એના નામ ( અભિધાન ) પર ચર્ચા:
આ ગ્રંથનું નામ “ ઉપમિતિ ભવપ્રપોંચા કથા ” એ શુ ખતાવે છે તે વિચારી પછી એ રૂપકકથા કેવા પ્રકારની ઇં તે મુદ્દા પર વિચાર કરીએ. ‘ ભવ ’એટલે સંસાર, જેમાં આપણે હાલ છીએ, જે નિરંતર પ્રસાર પામતા જાય છે, ગતિમાન સ્થિતિમાં રહે છે તે જુ ધાતુ પરથી થયેલેા સંસાર. એમાં ગતિ એટલે પ્રગતિ સમજવાની નથી, પણ જે નિરંતર ચાલ્યા કરે તે સંસાર–ભવ શબ્દ જૂ ધાતુ પરથી આવ્યા છે અને તેમાં હાવાપણાને થવાપણાના ભાવ રહેલા છે. આપણે આપણી ચારે બાજુ દૂર અને નજીક જે જોઇએ તે આખા ‘ સંસાર ’( ભવ ) છે, એમાં પ્રાણીઓનુ જીવન, એના અંતરંગ અને બહારના ભાવા, વસ્તુ સાથેના તેને સંબ ંધ, તેનું તાદાત્મ્ય, છતાં તેના વિરહ વિગેરે સ્થૂળ તેમજ અંદરના સર્વ ભાવા-મનાવે, ગમનાગમન આદિ સના સમાવેશ સંસાર–મયમાં થાય છે.
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org