________________
ગ્રંથકર્તાની નમ્રતા. ] ગ્રંથકર્તાએ જે ઉચ્ચ કક્ષા પર એ ભાવનાને મૂકી છે તે મારા માનવા પ્રમાણે અદ્વિતીય છે.
આવી વિશાળ દષ્ટિથી લખનાર લેખકની નમ્રતામાં દંભ હોય એ કઈ રીતે માનવામાં આવી શકતું નથી. એમને ગુરુકૃપાથી જ્ઞાન, દર્શન, ચારિત્ર મળ્યાં તે તેઓ તત્કાળ પરે પકારની નજરે અને પરંપરાએ પોતાના આત્મવિકાસના સાધનની નજરે–ઉત્કૃષ્ટ પ્રશસ્ત સ્વાર્થની નજરે તેઓ અન્યને આપવા ઈચ્છે છે. એ ભાવ એમની પ્રત્યેક પંક્તિમાં તરી આવે છે અને આ ઉપઘાત આખો જોઈ ગયા પછી એ વાત બરાબર બેસી જશે, જચી જશે એમ ચોક્કસ લાગે છે. અતિ નમ્રભાવે અને મહાઉપકારક દષ્ટિએ આ ગ્રંથ લખાયે છે અને તે નજરે જ તે વાંચવા યોગ્ય છે. તે પર છેવટે ઉલ્લેખ ફરી વાર કરવામાં આવશે. ઉપઘાતની શરૂઆતમાં પ્રસ્તાવનારૂપે સકારણ આ બાબતને નિર્દેશ કર્યો છે.
સાથે એક વાત બીજી પણ કહેવા જેવી છે અને તે એ છે કે ગ્રંથકર્તા નમ્રભાવે ભલે પોતાના ગ્રંથને કાષ્ઠપાત્રમાં મૂકવા યોગ્ય કહે. આ ઉપઘાતમાં આપણે બતાવશું કે એ ગ્રંથ આખો સંસ્કૃત સાહિત્યમાં અદ્વિતીય બન્યો છે અને અદ્વિતીય જ રહ્યો છે. એ ખરેખર રત્નપાત્રમાં મૂકવા ગ્ય છે, એના દરેકે દરેક શબ્દ પચાવી રાખવા યોગ્ય છે અને અસાધારણ કૈશલ્યથી કાવ્યરૂપે લખાયલા છે. એ ચિરસ્મરણીય અદ્ભુત ગ્રંથની આ દિશાના સંબંધમાં જ્યાં ત્યાં આ ઉદ્યાતમાં ઘણું કહેવાનું પ્રાપ્ત થશે અને છેવટે તે મુદ્દા પર ભાર મૂકવામાં આવશે. ૩ રૂપક મહાકથા –
એને આંગ્લ ભાષામાં Allegory કહે છે. જ્યારે આ ગ્રંથ અમુક અંતરને ઊંડે આશય રાખી કથારૂપે લખાયો હોય ત્યારે ઉપર ઉપરથી વાંચનારને તે માત્ર રસભરી વાર્તા રજૂ કરે છે પણ એના શબ્દ શબ્દમાં આશય હોય છે, હેતુ હોય છે, રહસ્ય હોય છે. આવા પ્રકારની અંદરના આશયવાળી કથાને “રૂપકકથા ” અથવા એલીગરી” કહેવામાં આવે છે. ઉપર ઉપરથી એનું બંધારણ જેતા એ કાં તો આખ્યાયિકા-અદ્ભુત કથા( રોમાન્સ)નું રૂપ લે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org