________________
૨૪
[ શ્રી સિદ્ધર્ષિ : ઉપઘાત ? તેઓને દા તો બહુધા એવા જ પ્રકારને હેય છે. આ ગ્રંથના લેખક કહે છે કે ધર્મબંધકર મંત્રીના પ્રતાપથી પિતાને અંજન, જળ અને ભેજન ખૂબ મળ્યાં છે અને પોતાની બુદ્ધિને પૂછતાં એમને એમ જણાયું છે કે જે વસ્તુ બીજાને ખૂબ આપવામાં આવે છે તે વારંવાર સારા જથ્થામાં મળ્યા કરે છે. પોતે અન્યને આપવા પ્રયાસ કર્યો, ઘેર ઘેર જઈ આપવા ઈચ્છા બતાવી પણ એનું પૂર્વનું દારિદ્રય સંભારી એના અથી “કઈ નીકળ્યા નહિ. છેવટે અજ્ઞાતસ્વરૂપે એક લાકડાની પેટીમાં ભરીને બજારમાં મૂકી દેવાને નિર્ણય તેમણે એટલા માટે કર્યો કે કાળ અનંત છે અને પૃથ્વી વિશાળ છે. કઈ પાત્ર એમની એ દાન આપવા ગ્ય ચીજોને ગ્રહણ કરશે તે તેથી પોતાને લાભ થશે.” આ ઈરાદાથી કાઝપાત્રમાં અંજન, જળ અને ભેજન ખૂબ ભરીને બજારમાં મૂક્યાં અને પિતા ઉપર ઉપકાર કરવા માટે સર્વને લેવા માટે તેઓશ્રીએ આમંત્રણ કર્યું.
તેમ કરતાં એક બહુ મજાની વાત તેઓ કરી નાખે છે-કબૂલ કરે છે. તેઓ પોતે ભૂખ્યા છે, આથી છે, પ્રગતિવિકાસના ઈચ્છક છે; પણ પોતે જે જ્ઞાન, દર્શન, ચારિત્ર આપવાની ઉત્સુકતા બતાવે છે તે ત્રિકાળસિદ્ધ છે, મહાપુરુષના બતાવેલા છે અને અનુભવસિદ્ધ છે. વાચ્ય પદાર્થ પિતાનું કાર્ય જરૂર કરે છે, એમાં કહેનારના ગુણદોષની અપેક્ષા રહેતી નથી. એક ભૂખ્યા નેકર રસે બનાવી શેઠને પીરસે તે શેઠની ભૂખ તે ભાગે જ છે. ભેજનમાં ક્ષુધાદેષ નાશ કરવાની જે શક્તિ છે તે રસોઈ બનાવનાર કે પીરસનારના ક્ષુધાતુરપણુથી નાશ પામી જતી નથી. જેમ રચના કરનારમાં તે ગુણે પૂરતા વિકાસ પામ્યા હોય વા ન પામ્યા હોય તે પણ જે તે સિદ્ધ સર્વજ્ઞ વચન હોય તે એને લાભ જરૂર આપે છે.
એટલા માટે તેમના ઉપર ઉપકાર કરવા–તેમને અંજન, જળ અને ભેજન વારંવાર મળ્યા કરે તેટલા માટે તેમના ઉપર કૃપા કરીને આ પુસ્તક લેકએ વાંચવું માત્ર વાંચવું નહિ પણ જીરવવું. એમને આગ્રહ વાંચન કે શ્રવણનો નથી એ ખાસ યાદ રાખવા જેવું છે. એમનો આગ્રહ આ પુસ્તકમાં ભરેલ જ્ઞાન, દર્શન, ચારિત્રને ગ્રહણ કરાવવાનો છે.
જે અતિ ઉચ્ચ ભાવનાથી આ પુસ્તકની યોજના થઈ છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org