________________
ગ્રંથકર્તાની નમ્રતા. ] લેખકને થનારે લાભ-એ સર્વ વાત ખૂબ વિચારવા જેવી છે. કેવી વિશાળ દષ્ટિ અને નમ્ર ભાવનામાંથી આ વિચારધારા છૂટી હશે તે પર લખવાની જરૂર ન હોય.
અત્યારે સાધારણ જેડકડાં કે વિષયાસક્ત સ્ત્રી પુરુષોની વાતો અવ્યવસ્થિત રીતે લખી ગમે તેમ છપાવી તેનાં સારાં અવેલેકને લેવરાવવાની જે આકાંક્ષા ચારે તરફ જોવામાં આવે છે અને નિર્માલ્ય લેખના લેખકે પોતે આપેલી જાહેર ખબરોમાં ભારોભાર વખાણ કરવામાં આવે છે તેની સાથે આ મહાભારત પ્રયાસ સાથે લેખકની નરમાશ-કુણાશ-ભવભીતા અને પ્રગતિ વિકાસની આકાંક્ષા સરખાવીએ ત્યારે અંદરથી આશ્ચર્યના ઉદ્ગાર નીકળ્યા વગર રહે તેમ નથી. મારું પુસ્તક રત્નપાત્રને યોગ્ય નથી, પણ કાષ્ઠપાત્રને એગ્ય છે એવી કલ્પના આધુનિક લેખકના મનમાં આવવી પણ મુશ્કેલ છે તે પછી એને એ પ્રમાણે મૂકવાની વાત તે કયાંથી થઈ શકે ? એક કલ્પના શક્ય છે કે પ્રશંસા મેળવવા ખાતર કેટલીક વાર ખાટી નમ્રતા બતાવાય છે. દુનિયાદારીનાં માણસના મનમાં આ કલ્પના ઉઠવી તદ્દન શક્ય છે, કારણ કે કેટલીક વાર અમારું પુસ્તક સાધારણ છે એમ કહી તે દ્વારા તે બહુ સુંદર છે એમ કહેવરાવવાની વૃત્તિ દેખાય છે. પિતાની નિંદા કે અલ્પતા તે કેટલી વાર પ્રશંસાનું આમત્રણ છે, પણ શ્રી સિદ્ધર્ષિગણિના સંબંધમાં એ મનેવિકાર સંભવતો નથી. જે પિતાના ચરિત્રમાં રૂપક તરીકે પોતાની જાતને નિપુણ્યકના નામે ઓળખાવે, એના શરીર પરના ભયંકર વ્યાધિ વર્ણવે અને પછી પિતાની આપવાની ઈચ્છા છતાં કોઈ લેનાર આવતું નથી તેથી પોતાનું નામ ગોપવી તે દ્વારા માત્ર ઉપકાર બુદ્ધિએ આ લેખ લખે તે દાંભિક નમ્રતાને યોગ્ય ન જ હોય. એમના હૃદયને વિકાસ અને એમની વિશાળતા અને સરળતા એટલી સ્પષ્ટ તરી આવે છે કે એ પ્રતિને લેખક દંભને પ્રગ કરે એ અશકય જ છે.
એક બીજો મુદ્દો વિચારતાં એ વાત વધારે સ્પષ્ટ થાય છે. તેઓ કહે છે કે તેમના ઉપર ઉપકાર કરવા માટે તેમની ઉપર કૃપા કરીને આ ગ્રંથ વાંચવો. સાધારણ રીતે લેખકે દુનિયા ઉપર ઉપકાર કરવાના વિશાળ હેતુ તળે લેખ લખે છે કે રચના કરે છે. નિદાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org