________________
|શ્રી સિદ્ધર્ષિક ઉપધાત પાત્રને યોગ્ય નથી, પણ કાષ્ટપાત્રને યોગ્ય છે, તે હું અત્ર સ્પષ્ટ રીતે જણાવી દઉં છું.” (પૃ. ૨૧૪)
આ હકીક્ત બહુ મુદ્દાસર રીતે વિચારવા યોગ્ય છે. ગ્રંથકર્તાને દાવે એ નથી કે પોતાનો ગ્રંથ અસાધારણ પ્રકારનો છે અને તેટલા માટે તેને વાંચવો. તેઓ કહે છે કે એ કાંઈ રત્નપાત્ર કે સુવર્ણપાત્રમાં મૂકવાને ગ્ય નથી. પિતે તેને કાષ્ઠપાત્રમાં મૂકવા
ગ્ય કહે છે. આ વાત તેમણે પૃ. ૪૬ માં વધારે સ્પષ્ટ કરી છે તે વિચારવા યોગ્ય છે
સબુદ્ધિ મનમાં નિર્ણય કરીને બોલી કે સર્વ પ્રાણીઓ તારાં ઔષધે ગ્રહણ કરે તે એક જ ઉપાય છે અને તે એ છે કે જે રાજમાર્ગમાં લેકની આવજા બહુ થતી હોય ત્યાં લાકડાના વિશાળ પાત્રમાં આ ત્રણે ઔષધો મૂકીને પછી પોતાના મનમાં વિશ્વાસ રાખીને તારે દૂર બેસી રહેવું. તારું અગાઉનું દરિદ્વીપણું સંભારીને જે લેકે આ ઔષધે તારા હાથથી ગ્રહણ કરતા નથી તેમાંથી કઈ કઈ તેના અથ હશે તે ત્યાં કેઈને નહિ દેખવાથી પિતાની મેળે જ પાત્રમાંથી ઔષધો ગ્રહણ કરશે. તેમાંથી કઈ એકાદ ખરે ગુણવાનું પ્રાણુ તારું ઔષધ લેનાર નીકળી આવે તે તું તારી ગયે એમ હું માનું છું, કારણ કે કઈ જ્ઞાનમય પાત્ર આવશે, કે તપમય પાત્ર આવશે એમાંથી ગમે તે પાત્ર આવશે તે તને તારશે.” આ અવતરણમાં કાષ્ઠમય પાત્ર, લેખકનું દૂર બેસવું, રાજમાર્ગમાં ઔષધને મૂકી દેવા અને યંગ્ય પાત્ર આવી તેને ગ્રહણ કરે તેથી
૧ મૂળ ગ્રંથમાં નીચેના શબ્દપ્રયોગ આ માટે ગ્રંથકર્તા કરે છે. तदिदमवधार्यानेन जीवेनेयमुपमितिभवप्रपश्चानाम कथा यथार्थाभिधाना प्रकृष्टशब्दार्थविकलतया सुवर्णपाच्यादिव्यवच्छेदेन काष्ठपात्रीस्थानीयाभिहितज्ञानदर्शनचारित्रमेषजत्रयात्तथैव विधास्यते॥ પ્રકૃષ્ટ એટલે મુખ્ય વ્યવચ્છેદ એટલે કાપવું તે અને સુવર્ણપાત્રી એટલે સેનાનું વાસણ. એમ જણાય છે કે અગાઉ દવાઓ કાછપાત્રમાં રાખવામાં આવતી હશે. સુવર્ણપાત્રમાં મૂકવા યોગ્ય વાત તો સર્વજ્ઞ કહે અથવા શ્રુતકેવળી કહે એ ઊંડે ભાવ છે પણ “દવા” ભેષજનું રૂ૫ક લઈ તેમણે કમાલ કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org